બોલીવુડની જાણીતી સિંગર નેહા કક્કરના એક્સ બોયફ્રેન્ડ અને એક્ટર હિમાંશ કોહલીએ સોશિયલ મીડિયામાં ગુસ્સો વ્યક્ત કર્યો છે. હિમાંશએ નેહા કક્કરનાં લગ્ન બાદ વાયરલ થયેલા વિડીયોને જોયા બાદ ગુસ્સો વ્યક્ત કર્યો છે. નેહા કક્કરે હાલમાં જ પંજાબી સિંગર રોહનપ્રિત સિંહ સાથે લગ્ન કરી લીધા છે. લગ્ન પહેલા લગભગ 4 વર્ષ સુધી હિમાંશ કોહલીને ડેટ કર્યું હતું.
View this post on Instagram
આપણે સૌ જાણીએ છીએ કે, નેહા કક્કર અને હિમાંશ કોહલીના અફેરને લઈને પણ ઘણી ચર્ચા થઇ હતી. તો નેહા-હિમાંશનું બ્રેકઅપ પણ ઘણું ચર્ચામાં રહ્યું હતું. નેહા કક્કરનાં લગ્ન બાદ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં હિમાંશ કોહલી નેહા કક્કરની માફી માંગતા હોય તેવું દેખાડવામાં આવ્યું છે. આ વિડીયોને હિમાંશ કોહલીએ તેના ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર શેર કર્યો છે. આ સાથે જ એક પોસ્ટ પણ લખી છે.
View this post on Instagram
હિમાંશ કોહલીએ આ વિડીયો સાથે પોસ્ટમાં લખ્યું હતું કે, હું હેરાન છું કે આવું લખાણ કરનાર લોકોને કયારે પ્રતિબંધિત કરવામાં આવશે. આનાથી શું ફાયદો થશે ? દુઃખની વાત એ છે કે, લોકો તેને શેર પણ કરી રહ્યા છે. મહેરબાની કરીને જાગી જાઓ. આ ખોટા અને નફરત ફેલાવનારા વીડિયોને શેર કરવાનું બંધ કરો અને સુધરી જાઓ. સોશિયલ મીડિયામાં હિમાંશ કોહલીની આ પોસ્ટ વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, નેહા કક્કર અને હિમાંશ કોહલી લગભગ 4 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. બંનેનું 2018માં બ્રેકઅપ થઇ ગયો હતો. ખુદ નેહા કક્કરે બ્રેકઅપની ખબરને સોશિયલ મીડિયામાં શેર કરી હતી. નેહા કક્કરએ જણાવ્યું હતું કે, તે બ્રેકઅપ બાદ ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી. આ બાદ તે ઘણી જગ્યા પર રડતી નજરે આવી હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે, નેહા કક્કર અને રોહનપ્રિત સિંહે 24 ઓક્ટોબરના રોજ દિલ્લીના ગુરુદ્વારામાં પરિવારજનોની હાજરીમાં લગ્ન ર્ક્યા હતા. આ બાદ ભવ્ય રિસેપ્સનનું પણ આયોજન કરવામાં આવ્યો હતું. લગ્ન બાદ આ કપલ દુબઇ હનીમૂન માટે ગયું છે. નેહા હનીમૂનની ઘણી તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
View this post on Instagram