ખબર

“માંગો એટલા પૈસા આપીશ, પણ મને વેન્ટિલેટર આપો”, જાણો સુરતના હિમાનીબહેનની કોરોના સંક્રમિત માસા પ્રત્યેની વ્યથા

દેશથી લઈને વિદેશ સુધી એકવાર ફરીથી કરોના વાયરસનો રાફળો ફાટી નીકળ્યો છે. જ્યા એકતરફ કોરોનાની વેક્સિનના ડોઝ લોકોને લગાવવામાં આવી રહ્યા છે તો બીજી તરફ સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે અને લોકોની મૌત પણ થઇ રહી છે. સંક્રમણના કેસ વધતા હોસ્પિટલોમાં બેડની સંખ્યા પણ ઘટી રહી છે અને મૌત થયેલા લોકોના અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં પણ વેઇટિંગ ચાલી રહ્યું છે. (અહીં લીધેલી તમામ તસવીરો પ્રતીકાત્મક છે).

Image Source

આગળના દિવસોમાં જ એક એવો જ કિસ્સો સામે આવ્યો હતો, જ્યા અમદાવાદના મણિનગરમાં કોરોના સંક્રમિત મહિલાનું મૌત થતા તેનો પતિ તેના અગ્નિ સંસ્કાર કરવા માટે ચાર કલાક સુધી ભટકતો રહ્યો હતો અને ચાર કલાકના મથામણ બાદ તેને સ્મશાનમાં જગ્યા ઉપલબ્ધ થઇ શકી હતી. એવામાં એકવાર ફરીથી આવો જ એક કિસ્સો બન્યો છે. જ્યાં દર્દીના સંબંધી  હિમાની સોપારીવાલાએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

Image Source

હિમાની સોપારીવાલાએ જણાવ્યું કે,” મારા માસા કોરોના પોઝિટિવ આવ્યા હતા. બાપ્સ હોસ્પિટલમાં માસીને રિપોર્ટ માટે લઇ ગયા, બંનેને તાવ આવતો હતો, અને વીકનેસ પણ આવી ગઈ હતી. હોસ્પિટલના સ્વાસ્થ્યકર્મિઓએ કહ્યું કે જ્યાં સુધી રિપોર્ટ આવે ત્યાં સુધી માસીને ઘરે લઇ જાઓ. માસીને ઘરે લઈ ગયા પછી ફોન આવ્યો કે તમારા માસી પોઝિટિવ છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવાં પડશે, પણ અમારે ત્યાં જગ્યા નથી. જો  કે અમે બીજી હોસ્પિટલોમાં પણ તપાસ કરી પણ ત્યાં પણ જગ્યા ન મળી”.

Image Source

“જો કે બાપ્સ હોસ્પિટલમાં વિનંતી કરતા તેઓએ બેડની વ્યવસ્થા કરી આપી. માસીને આઇસીયુમાં ખસેડવા પડ્યાં. 15 લિટરના ઓક્સિજન પરથી તેમને સીધા 100 લિટરના ઓક્સિજન પર શિફ્ટ કરાયાં. ઘરે માસાની તબિયત પણ બગડતી જતી હતી. હોસ્પિટલમાં માસીને ઓક્સિજન પરથી વેન્ટિલેટર પર મૂકવા પડ્યાં. જેના પછી ડોક્ટરોએ કહ્યું કે હવે અમે કઈ નહિ કરી શકીએ, આવું સાંભળતા જ અમે દુઃખી થઇ ગયા હતા”.

Image Source

“મારા માસા છેલ્લી વાર માસીને જોવા માટે ઇચ્છતા હતા, માટે માસા પીપીઈ કીટ પહેરીને માસીને મળવા ગયા અને માસીના માથા પર હાથ ફેરવ્યો અને તેને ખુબ આઘાત લાગ્યો અને તબિયત પણ ખરાબ થઇ ગઈ. આ હોસ્પિટલમાં તો જગ્યા જ નહતી માટે ભટ્ટ હોસ્પિટલમાં માસને લઇ જવામાં આવ્યા, ત્યાં પણ માંડ જગ્યા મળી હતી. જેના પછી માસીએ વેન્ટિલેટરના સપોર્ટને નકારી દીધો અને તેની  મૌત થઇ ગઈ અને બીજી તરફ માસા પણ જીવન અને મૌત વચ્ચે જજુમી રહ્યા હતા”

Image Source

“માસા-માસીનો એક જ દીકરો છે, જેની માં નું નિધન થઇ ગયું છે અને પપ્પા બચશે કે નહિ તેની પણ ખબર નથી. માસાને વેન્ટિલેન્ટરની જરૂર છે પણ ક્યાંય પણ વેન્ટિલેટર મળતા નથી. હું તમે માંગો એટલી કિંમતે વેન્ટિલેટર ખરીદવા માટે તૈયાર છું, પણ બસ વેન્ટિલેટર આપો. મારી અપીલ છે કે, મારો પરિવાર વિખેરાયો, પણ તમારા પરિવારને વિખેરાવા ન દો”.