એક મિત્રને સરોવરમાં ડૂબતો જોઈને બચાવવા માટે એક પછી એક 7 મિત્રો કૂદી પડ્યા, 7 દુઃખદ મોત, હચમચાવી દેનારી ઘટના

ગુજરાત સમેત દેશભરમાં ઘણી દુર્ઘટનાઓની ખબરો સામે આવતી રહે છે. હાલ ચોમાસાનો સમય છે અને ચોમાસાના સમયમાં નદી, નાળા અને સરોવરમાં પાણી ભરાઈ જવાના કારણે ઘણા લોકોના ડૂબી જવાની પણ ખબરો સામે આવતી રહે છે. ત્યારે હાલ એવી જ એક ખબરે લોકોના હોશ ઉડાવી દીધા છે, જેમાં એક બે નહિ પરંતુ 7 મિત્રોના મોત થયા છે.

હિમાચલ પ્રદેશના ઉનામાં એક મોટો અકસ્માત થયો છે. પંજાબના 7 યુવાનો સોમવારે બપોરે ગોવિંદ સાગર તળાવમાં ડૂબી ગયા હતા. સ્થાનિક વહીવટીતંત્રે યુવકોની શોધ માટે તળાવમાં ડાઇવર્સ ટીમને રોકી હતી, જેમણે સાંજે તેમના મૃતદેહોની શોધ કરી હતી. મળતી માહિતી મુજબ પંજાબના મોહાલી પાસેના બનુરના 11 યુવકો સોમવારે ઉના શહેરમાં આવ્યા હતા.

મળી રહેલી માહિતી મુજબ આ યુવકો મા ચિંતાપૂર્ણી મંદિરના દર્શન કરવા જઈ રહ્યા હતા. જોકે કેટલાક લોકોનું કહેવું છે કે આ લોકો બાબા બાલકનાથ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા હતા. જેમાંથી 7 યુવકો બાબા ગરીબનાથ મંદિર પાસેના ગોવિંદ સાગર તળાવમાં ન્હાવા માટે ઉતર્યા હતા અને ડૂબી ગયા હતા.

આ માહિતી તેના સાથી યુવકોએ આપી હતી. જેના કારણે પોલીસ, જિલ્લા વહીવટી તંત્ર અને બચાવ વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તળાવમાં ગુમ થયેલા યુવકોને શોધવા માટે ડાઇવર્સ ઉતારવામાં આવ્યા હતા. ઉનાના એસપી અરિજિત સેને જણાવ્યું કે સાત યુવકોના મૃતદેહને ગોતાખોરો દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે. તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પંચનામા કર્યા બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.

ડૂબતા યુવકના બાકીના સાથીઓની હાલત લથડી છે અને તેઓ સ્પષ્ટ કંઈ કહી શકતા નથી. તેમણે કહ્યું કે 14 વર્ષ, 16 વર્ષ અને 17-17 વર્ષની વયના ચાર સગીર કિશોરો પણ ડૂબનારાઓમાં સામેલ છે, જ્યારે એક યુવક 34 વર્ષનો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર એક યુવક ડૂબવા લાગ્યો જ્યારે અન્ય તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ આ કવાયતમાં તે પોતે પણ ડૂબી ગયા.

Niraj Patel