અજબગજબ

આ જળાશયમાં છુપાયેલો છે અરબોનો ખજાનો

ભારતનું પહાડી રાજ્ય હિમાચલ પોતાના પૌરાણિક મહત્વની સાથે સાથે રહસ્યોનું ગઢ પણ માનવામાં આવે છે. બરફની ચાદર ઓઢેલા અહીં એવા ઘણા સ્થળો છે જેનો ઇતિહાસ ખુબ જૂનો જણાવવામાં આવે છે. અમુક સ્થળોની ઓળખ મહાભારત કાળથી કરવામાં આવેલી છે જ્યારે અમુક આજે પણ આપણી સામે માત્ર એક રહસ્યના સ્વરૂપે જ છે.

Image Source

એવામાં આજે તમને હિમાચલમાં આવેલા એક એવા જળાશય વિશે જણાવિશું જ્યા અરબોનો ખજાનો દટાયેલો હોવાની વાત કહેવામાં આવે છે. જેના રહસ્ય વિશે આજ સુધી કોઈ જાણી નથી શક્યું. એવામાં જો તમે પણ ઐતિહાસિક રહસ્યો વિશે જાણવાના શોખીન હોવ તો આ સ્થળની મુલાકાતે ચોક્કસ જઈ શકો છો.

Image Source

હિમાચલના કમરુનાગ જળાશયમાં અઢળક ખજાનો દટાયેલો હોવાનું માનવામાં આવે છે. મંડી જિલ્લાના નાચન વિધાનસભા ક્ષેત્રમાં મહાભારતકાલીન કામરૂનાગ મંદિરથી જળાશયમાં કેટલું સોના-ચાંદી જમા છે, તેની સાચી જાણકારી કોઈને પણ મળી નથી.

Image Source

જળાશયમાં સદીઓથી સોના-ચાંદી ચઢાવવાની પરંપરા ચાલતી આવી રહી છે. દટાયેલા ખજાનાએ લીધે આ જળાશયને જોવા અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે દરેક વર્ષે અહીં લાખો લોકોની સંખ્યા વધતી જ જઈ રહી છે. સમુદ્રતળથી નવ હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત આ જળાશયમાં અરબોનો સંપત્તિ હોવા છતાં અહીં સુરક્ષાની કોઈ જ વ્યવસ્થા નથી. લોકોનું માનવું છે કે આ ખજાનાએ રક્ષા કમરુનાગ કરે છે જે મંડી જિલ્લાના સૌથી મોટા દેવ છે.

Image Source

માનવામાં આવે છે કે દરેક વર્ષે 14-15 જૂનના રોજ બાબા કમરુનાગ પુરી દુનિયાને દર્શન આપે છે. કમરુનાગ પહોંચવા માટે ભક્તોની પગપાળા યાત્રા રોહાંડાથી શરૂ થાય છે. જે મંડીથી 60 કીમોલીટરના અંતરે છે. કઠિન પહાડ વાળા રસ્તાઓથી થઈને ભક્તો દર્શન માટે આવે છે.

Image Source

કમરુનાગ દેવતાનો ઉલ્લેખ મહાભારતમાં પણ મળે છે માટે બાબા કમરુનાગજીને બબરુંભાનના નામથી પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક કથાઓના આધારે કમરુનાગ ધરતીના સૌથી બળવાન યોધ્ધા હતા પણ ભગવાન કૃષ્ણની સામે તેને પણ ઝુકવુ પડ્યું હતું.

Image Source

અષાઢ મહિનાના પહેલા દિવસે કમરુનાગ મંદિરમાં સરાનાહુલી મેળાનું આયોજન થાય છે, ત્યારે લોકો શ્રદ્ધાથી ભગવાની પૂજા અર્ચના કરે છે. મનોકામના પૂર્ણ થવા પર લોકો દૂર દૂરથી અહીં આવે છે અને જળાશયમાં હજારો રૂપિયા અર્પણ કરે છે. મહિલાઓ સોના-ચાંદીના ઘરેણા પણ ચઢાવે છે. આ જળાશય આભૂષણોથી ભરપૂર બની ગયું છે.

Image Source

મંદિરમાં કમરુનાગની પથ્થરની પ્રાચીન મૂર્તિ સમર્પિત છે. મૂર્તિ પર ભક્તો ફૂલોની સાથે સાથે ચોખા પણ ચઢાવે છે અને મનોકામના પૂર્ણ થવા પર સોના-ચાંદી, ઘરેણા, રૂપિયા, સિક્ક્કાઓ મૂર્તિ પર ચઢાવવાને બદલે જશયમાં પધરાવે છે.  આ જળાશયમાં સ્થિત ખજાનાની લૂંટ અનેક વાર કરવામાં આવી ચુકેલી છે પણ લુટેરાઓને ખાલી હાથે જ પાછું જવું પડે છે.

Image Source

જળાશયમાં છુપાયેલો ખજાનો સ્પષ્ટ દેખાઈ શકે છે. પણ નાગ દેવતાને લીધે આ ખજાનાના કોઈ સ્પર્શ પણ નથી કરી શકતું, અને ખજાનાની ચોરી કરવાની કોશિશ પર કોઈને કોઈ અનર્થ સર્જાઈ જાય છે અથવા તો મૃત્યુ પણ થઇ શકે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર જળાશયની સંપત્તિ પાંડવોની સંપત્તિ પણ માનવામાં આવે છે.

Image Source

કેવી રીતે કરવો પ્રવેશ?:
કમરુનાગ માટે સીધો રસ્તો છે, તમે મંડીથી રોહાંડા સુધી સડક માર્ગ દ્વારા જઈ શકો છો, જેના પછી તમારે લગભગ 8 કિલોમીટર સુધી ચઢવું પડશે. અહીંનું નજીકનું હવાઈ મથક કુલ્લુ એરપોર્ટ છે. રેલમાર્ગ માટે તમે જોગિન્દર નગર રેલવે સ્ટેશનનો સહારો લઇ શકો છો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.