ખબર દિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક

ભારતની મહિલા દોડવીર હિમા દાસે કરી કમાલ, 2 અઠવાડિયામાં જ જીત્યા 3 ગોલ્ડ મેડલ

ભારતની ટોચની મહિલા દોડવીર હિમા દાસે બે અઠવાડિયાની અંદર જ ત્રીજું ગોલ્ડ મેડલ જીત્યું છે. હિમાએ કલાન્ડો મેમોરિયલ એથલેટિક્સ સ્પર્ધામાં મહિલાઓની 200 મીટરની સ્પર્ધા જીતીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી દીધું છે. આ મહિલા દોડવીરે શનિવારે થયેલી આ રેસને 23.43 સેકન્ડમાં જ પુરી કરીને પહેલા ક્રમે આવી હતી.

Image Source

હિમાએ આ વર્ષે પોલેન્ડમાં થયેલી પોજનાન એથલેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ અંતર્ગત યોજાયેલી રેસમાં 200 મીટરની રેસ 23.65 સેકન્ડમાં જ પુરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સ્પર્ધા 2 જુલાઈના રોજ યોજાઈ હતી.

આ પછી 8 જુલાઈના રોજ પોલેન્ડમાં થયેલ કુન્ટો એથલેટિક્સ ટુર્નામેન્ટમાં 200 મીટરની રેસને 23.97 સેકન્ડમાં જ પુરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

Image Source

જણાવી દઈએ કે હિમા દાસ છેલ્લા કેટલાક મહિનાઓથી પીઠના દુઃખાવાથી પરેશાન હતી, અને આ દુઃખાવા બાદ તેને દમદાર વાપસી કરી છે. નોંધનીય છે કે વર્લ્ડ જુનિયર ચેમ્પિયન હિમ દાસનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સમય 23.10 સેન્ક છે જે તેમને ગયા વર્ષે બનાવ્યો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks