મનોરંજન

સારા જાહ્નવી કપૂર સુધીની આ 5 અભિનેત્રીઓની તસ્વીર જોઈને તમારો દિવસ બની જશે

બોલીવુડના સિતારાઓની ઘણી તસવીરો વાયરલ થતી હોય છે, ચાહકોને આ તસવીરો પણ ખુબ જ પસંદ આવતી પણ હોય છે. સ્ટાર્સની કેટલીક એવી તસવીરો પણ વાયરલ થાય છે જેને જોઈને આપણો દિવસ પણ બની જતો હોય છે, આજે અમે તમને એવી જ પાંચ અભિનેત્રીઓની કંઈક હટકે તસવીરો બતાવવાના છીએ જે તમારો દિવસ બનાવવામાં એક મહત્વપૂર્ણ યોગદાન આપશે.

Image Source

1. સારા અલી ખાન:
અભિનેતા સૈફ અલી ખાનની પહેલી પત્નીની દીકરી સારા અલી ખાન હાલમાં ખુબ જ ચર્ચામાં છે. સારાની એક તસ્વીર પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી, જેની અંદર સિમ્બા ગર્લ સારા પોતાના હાથમાં ચાનો કપ લઈને દરવાજો ખોલી રહી હતી, અને એ દરમિયાન જ તેની તસ્વીર ખેંચી લેવામાં આવી હતી અને તેના મોઢામાંથી ઉદગાર પણ અનુભવાઈ રહ્યો છે.

Image Source

2. જાહન્વી કપૂર:
બોલીવુડની ખ્યાતનામ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરે પણ હવે બોલીવુડમાં નામ કમાવવા માંડ્યું છે ત્યારે જહાન્વીની એક તસ્વીર પણ ખુબ જ વાયરલ થઇ રહી હતી, તે કારમાંથી ઉતરી રહી હતી અને એ  દરમિયાન જ આ તસ્વીર ક્લિક કરી લેવામાં આવી હતી, જે જોઈને થોડું હસવું પણ આવી જાય. રમજુ અંદાઝમાં લેવાયેલી આ તસ્વીર ચાહકોમાં વાયરલ થઇ હતી.

Image Source

3. પ્રિયંકા ચોપડા:
બોલીવુડમાં દેશી ગર્લ તરીકે પ્રખ્યાત અભિનેત્રી પ્રિયંકા ચોપડાની પણ એરપોર્ટ પહોંચતા વખતની એક તસ્વીર ખુબ જ વાયરલ થઇ રહી હતી, જેમાં પ્રિયંકા પોતાનું પર્સ લઈને કારમાંથી નીચે ઉતરી રહી હતી આ દરમિયાન સીટમાંથી ઊભા થવાનો તેનો સંઘર્ષ હોવા મળી રહ્યો છે.

Image Source

4. શ્રદ્ધા કપૂર:
અભિનેત્રી શ્રદ્ધા કપૂર પણ આજે બોલીવુડનું એક જાણીતું નામ બની ગઈ છે. એરપોર્ટ ઉપર તેની પણ એક તસવીર ક્લિક થઇ ગઈ હતી જેમાં તેના હસવાના અંદાઝ ને જોઈને જ હસવું આવી જાય છે. આ તસવીર પણ ઘણી જ વાયરલ થઇ હતી.

Image Source

5. જેનેલિયા ડિસૂજા:
અભિનેત્રી જેનેલિયા ડીસુજાની પણ એક તસ્વીર ઘણી જ વાયરલ થઇ હતી. જેમાં તે જીમની બહાર નીકળી રહી હતી અને આ તસ્વીરમાં જોઈને એવું લાગી રહ્યું છે કે તે કોઈને સલાહ આપી રહી છે.