વેરાવળથી કેટલું દૂર છે ‘હિક્કા’ વાવાઝોડું? ગુજરાતનો કાંઠો સલામત રહેશે કે નહી? જાણો બધી જ વિગતો

0

ચોમાસું શરૂ થવાનું હોય ત્યારે અને ચોમાસું વિદાય લે એ વખતે દરિયામાં ચક્રવાતોનો ઉદ્ભવ થતો હોય છે. હાલ ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે પાછા ફરતા મોસમી પવનોને લીધે અરબી સમુદ્રમાં ગુજરાતના દરિયાકાંઠાથી થોડે દૂર સમુદ્રીદબાણ સર્જાયું છે. જે ધીરેધીરે ‘ચક્રવાત’માં ફેરવાઈ ચૂક્યું છે. માલદીવ દ્વારા આ વાવાઝોડાને ‘હિક્કા’ નામ આપવામાં આવ્યું છે. નવરાત્રીમાં રાજ્યમાં સાર્વત્રિક છૂટો છવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે

Image Source

સૌરાષ્ટ્રના વેરાવળ બંદરથી ૧૭૦ કિલોમીટર દૂર પૂર્વ-મધ્ય અને ઉત્તર-પૂર્વીય અરબ સાગરમાં લો પ્રેશર સર્જાયું હતું. સૌરાષ્ટ્રવાસીઓ માટે રાહતના સમાચાર એ છે, કે આ ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠે અથડાવાને બદલે ઓમાન તરફ ફંટાઈ ચૂકેલ છે.

ભારતીય મોસમ વિભાગની જાણકારી અનુસાર, આ ચક્રવાતની અસરને લઈને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાંક વિસ્તારોમાં પવનની સાથે વરસાદ પડવાની આગાહી છે. કાંઠાના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે રહી શકે છે. પાછલાં બે દિવસથી જ પોરબંદર, વેરાવળ અને દ્વારિકા સહિતના બંદરોના માછીમારોની બોટો કાંઠે લાંગરી ગઈ છે અને અસર ખતમ ન થાય ત્યાં સુધી દરિયો ખેડવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

Image Source

ભારતીય મોસમ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચન જણાવે છે, કે ‘હિક્કા’ વાવાઝોડું ઓમાનને કાંઠે ૨૫ સપ્ટેમ્બરની વહેલી સવારે લેન્ડ કરશે. હાલ તે ઓમાન તરફ ફંટાઈ ચૂક્યું છે. ઓમાનનાં મસીરાહ બંદરથી ૭૫૦ કિલોમીટર જેટલું દૂર છે. આની અસર સ્વરૂપે સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં પલટો આવવાની અને પવનો સહિત વરસાદ પડવાની ધારણા કરવામાં આવી છે. નવરાત્રીના પ્રથમ 3 દિવસ વરસાદની આગાહીને પગલે ખૈલૈયાઓમાં ચિંતા ફેલાઈ છે, નવરાત્રીમાં પણ વરસાદ પડી શકે છે

Image Source

ઉલ્લેખનીય છે, કે આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં ગુજરાત પર આવતા રહી ગયેલ વાવાઝોડાનું નામ ‘વાયુ’ ભારત દ્વારા આપવામાં આવેલ હતું. ‘હિક્કા’ નામ માલદીવ દ્વારા આપવામાં આવેલું છે. હિંદ મહાસાગરમાં ઉદ્ભવતા ચક્રવાતોનાં નામ પાડવાની આ પ્રથા ઇ.સ.૨૦૦૦મા શરૂ થઈ હતી. એક નામ અપાયા બાદ પછીના ૧૦ વર્ષો સુધી એ નામનો ઉપયોગ નથી થતો!

Author: કૌશલ બારડ – GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here