પૂરી રીતે ઓમાન તરફ ફંટાયું ‘હિક્કા’ વાવાઝોડું! નવરાત્રીમાં વરસાદની શક્યતા છે ખરી?

0

અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેશરની સિસ્ટમ ચક્રવાતમાં પરીવર્તીત થઈ ત્યારે ગુજરાતમાં ચિંતાના વાદળો છવાયા હતા. માલદીવ દ્વારા ‘હિક્કા’ નામ અપાયેલ આ સાયક્લોન વિશે હાલ સારા સમાચાર એ છે, કે તેની ગુજરાત તરફ આવવાની શક્યતાઓ હવે નહિવત્ બની છે.

ઓમાનનું મસીરાહ બંદર બનશે હિક્કાની લેન્ડીંગ પ્લેસ —

Image Source

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સાયક્લોન ‘હિક્કા’ ઓમાન તરફ પૂરી રીતે ફંટાઈ ચૂક્યું છે. ચક્રવાતમાં ફેરવાયેલું આ લો પ્રેશર હવે ઓમાનના કાંઠે લેન્ડ કરશે. હિક્કાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનો સાથે વરસાદ પડવાની આગાહી હતી, જેનું પ્રમાણ હવે ઘટ્યું છે.

નવરાત્રીમાં (નોરતાંમાં) વરસાદની સંભાવના —

Image Source

જો કે, વરસાદના ઝાપટાં પડવાની શક્યતાઓ હજુ બનેલી છે. ચક્રવાતની અસર તળે હજુ ચોમાસું લંબાવવાની શક્યતા છે. નવરાત્રિના દિવસોમાં પણ ગુજરાતમાં અમુક અંશે વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે. ૨૯ સપ્ટેમ્બરથી શરૂ થતી નવરાત્રિની સાથે વરસાદ પણ પોતાનો રંગ દેખાડે તો નવાઈ નહી!

હજુ હસ્તી અને ચિત્રા નક્ષત્ર બાકી —

Image Source

જૂનાકાળથી જોવાતાં અને તેને આધારે વરસાદનું પ્રમાણ નક્કી થાય એવાં નક્ષત્રો હજુ પૂરાં નથી થયાં. એ પ્રમાણે તો ચોમાસું ઉતરવાને હજુ વાર છે તેવું પણ કહી શકાય. હજુ ૧૬ દિવસનું ‘હસ્તી’ (હાથી) અને ચિત્રા નક્ષત્ર બાકી હોઈ વરસાદ થવાની શક્યતાઓ નકારી શકાય નહી.

Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here