હિજાબના વિરોધમાં એક વિદ્યાર્થિનીએ યુનિવર્સિટીમાં ઉતાર્યાં કપડાં: વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ, જુઓ વીડિયો

ઈરાનમાં મહિલા અધિકારોની લડત નવા વળાંક પર પહોંચી છે. દેશની કડક ધાર્મિક નીતિઓ સામે મહિલાઓનો અવાજ વધુ મજબૂત બની રહ્યો છે. તાજેતરમાં એક ચોંકાવનારી ઘટનામાં, એક યુવતીએ ઈસ્લામિક આઝાદ યુનિવર્સિટીમાં અસાધારણ વિરોધ પ્રદર્શન કર્યું, જેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે.

તમને જણાવી દઈએ કે ઈરાનમાં સ્ત્રીઓ છેલ્લા ઘણા સમયથી હિજાબનો વિરોધ કરી રહી છે. હાલમાં જ એક યુવતીએ પોતાનો વિરોધ કરતા રસ્તા વચ્ચે પોતાના કપડા ઉતારી દીધા હતા. ઓનલાઈન વીડિયો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેશના કડક ઈસ્લામિક ડ્રેસ કોડના વિરોધમાં શનિવારે ઈરાની યુનિવર્સિટીમાં એક યુવતીએ પોતાના કપડાં ઉતરી દીધા હતા.

આ ઘટના દરમિયાન યુવતીએ ફરજિયાત ડ્રેસ કોડના વિરોધમાં જાહેરમાં પોતાના વસ્ત્રો ઉતારીને વિરોધ નોંધાવ્યો. આ ક્રાંતિકારી પગલું મહિલા સશક્તિકરણ આંદોલનની નવી ઊંચાઈઓને સ્પર્શે છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાની વ્યાપક ચર્ચા થઈ રહી છે, જ્યાં કેટલાક લોકોએ આ પગલાંને સમર્થન આપ્યું છે, તો કેટલાકે વિરોધ કર્યો છે.

યુનિવર્સિટીના અધિકારીઓએ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સંબંધિત યુવતી માનસિક તણાવથી પીડાતી હતી. જોકે, મહિલા અધિકાર કાર્યકર્તાઓનું માનવું છે કે આ એક સભાન વિરોધ પ્રદર્શન હતું, જે ઈરાનની મહિલાઓની વ્યથાને પ્રતિબિંબિત કરે છે.

સપ્ટેમ્બર 2022માં મહસા અમિનીના મૃત્યુ પછી ઈરાનમાં મહિલા અધિકારો માટેનું આંદોલન નવા સ્વરૂપે ઊભરી આવ્યું છે. નૈતિકતા પોલીસની હિરાસતમાં થયેલા આ મૃત્યુએ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનોની લહેર જગાવી હતી. સરકારે આ વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે કડક પગલાં લીધા, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા.

મીડિયા રિપોર્ટ્સ મુજબ આ વાયરલ વીડિયો (Video)ને લઈને સોશિયલ મીડિયા પર અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. ઈરાન (Iran)ની ઈસ્લામિક આઝાદ યુનિવર્સિટીના પ્રવક્તા અમીર મહજોબનું કહેવું છે કે પોલીસે યુવતીની પૂછપરછ કરી છે, જેમાં જાણવા મળ્યું છે કે તે ગંભીર માનસિક દબાણથી પીડાઈ રહી છે અને મનોવિકૃતિ સાથે સંઘર્ષ કરી રહી છે.

Video 2:

YC