વરસતા વરસાદમાં હાઇવે ઉપર બાઈક લઈને જતા યુવકની ચાલુ બાઈક ખાઈ ગઈ સ્લીપ, પાછળથી આવતી હતી ટ્રક અને પછી..

ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે અને ઠેર ઠેર મુશળધાર વરસાદ પણ વરસી રહ્યો છે. આવા વરસાદમાં બહાર નીકળવું પણ ખુબ જ જોખમકારક હોય છે, ઘણીવાર રસ્તા ઉપર વરસાદમાં વાહનો સ્લીપ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. અને ઘણા લોકો આવા અકસ્માતમાં ઈજાગ્રસ્ત પણ બનતા હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો વીડિયો સૌના હોંશ ઉડાવી રહ્યો છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેમાં જોવા મળે છે કે વરસાદથી ભીના રસ્તા પર એક બાઇક સવાર અચાનક જ ઝડપથી પડી જાય છે. તે રસ્તા પર પડતાં જ પાછળથી એક ટ્રક પૂરપાટ ઝડપે આવે છે. પરંતુ તે વ્યક્તિ તરત જ બાઇક છોડીને રોડની બીજી બાજુ પહોંચે છે અને ટ્રક તેને ઓવરટેક કરી લે છે.

સદનસીબે બાઇક સવાર પડતાની સાથે જ તે બાઇકને ત્યાં જ મૂકી ગયો હતો. જો તેણે આમ ન કર્યું હોત તો ટ્રકે તેને પણ કચડી નાખ્યો હોત. આ સમગ્ર ઘટના સામે કારમાં લાગેલા ડેશબોર્ડ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા જ લોકોના મોઢામાંથી ચીસ નીકળી ગઈ હતી. જો કે આ વીડિયો ક્યારનો અને ક્યાંનો છે તે જાણી શકાયું નથી.

આ વીડિયો મલેશિયાનો હોય તેમ જણાવવામાં આવી રહ્યું છે અને અકસ્માતમાં બાઈક ચાલક તેની સુઝબુઝના કારણે સુરક્ષિત હોવાનું પણ દેખાઈ રહ્યું છે. વીડિયો શેર થતાની સાથે જ તે જોરદાર વાયરલ થઈ ગયો. ઘણા લોકો આ વીડિયોને જોઈને કોમેન્ટ પણ કરી રહ્યા છે. એકે લખ્યું કે આ વ્યક્તિ મરતા મરતા બચી ગયો. આ ઉપરાંત એક એ પણ લખ્યું કે લોકો વરસાદની મોસમમાં ખૂબ જ કાળજીપૂર્વક બાઇક ચલાવવી જોઈએ. તો કોઈએ એમ પણ કહ્યું કે “રામ રાખે તેને કોણ ચાખે !”

Niraj Patel