અહીંયા નરેન્દ્ર મોદી કરતા પણ વધારે પગાર મેળવે છે શિક્ષક, દુનિયાના આ દેશોમાં શિક્ષક બનતા જ માલામાલ થઇ જાય છે
દરેક દેશમાં શિક્ષકોનું આગવું મહત્વ હોય છે, દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષકનો એક ખુબ જ મોટો ફાળો હોય છે અને દેશના ઘડતરમાં પણ એક શિક્ષક મહત્વનું પાસું છે, ત્યારે આજે અમે તમને દુનિયાના એવા દેશો વિશે જણાવીશું જ્યાંના શિક્ષકોના પગાર સાંભળીને તમે ચોંકી ઉઠશો.

દુનિયામાં સૌથી વધુ શિક્ષકોને પગાર આપનારો દેશ છે સ્વીત્ઝર્લેન્ડ. ત્યાંના જ્યૂરિખ એરિયામાં આવતા શિક્ષકોને વાર્ષિક 80 લાખ રૂપિયાનો પગાર મળે છે. તો જ્યૂરિખની બહાર આવતા શિક્ષકોને પણ વાર્ષિક 11 લાખ રૂપિયા મળી રહી છે.

બીજો દેશ છે લેક્સેમબર્ગ જ્યાં શિક્ષકોને વાર્ષિક 73 લાખ 18 હજાર મળે છે. તો કેનેડામાં વાર્ષિક 54 લાખ શિક્ષકોને આપવામાં આવે છે. જર્મીનીમાં 51 લાખ વાર્ષિક અને નીધરલેન્ડમાં 49 લાખ વાર્ષિક પગાર શિક્ષકોને મળે છે.

વાત કરીએ ઓસ્ટ્રેલિયાની તો ત્યાં પણ શિક્ષકોને વાર્ષિક 49 લાખ પગાર મળે છે. યુનાઇટેડ સ્ટેટની અંદર શિક્ષકોનો વાર્ષિક પગાર 44 લાખ રૂપિયા છે. આયર્લેન્ડમાં પણ શિક્ષકોને વાર્ષિક 39 લાખનું પેકેજ આપવામાં આવે છે.
ડેનમાર્ક જેવા દેશની અંદર સામાન્ય રીતે વાર્ષિક 38 લાખનું પેકેજ અને ઓસ્ટ્રિયામાં 37 લાખ વાર્ષિક રૂપિયા સુધીનો પગાર શિક્ષકોને ચુકવવાં આવે છે.