ખબર

રમવાની ઉંમરમાં વિડીયો બનાવે છે 9 વર્ષનો બાળક, યુટ્યુબ પર 2020માં કમાયો સૌથો વધુ પૈસા

છેલ્લા ઘણા વર્ષથી ડિજિટલ મીડિયાએ આ દુનિયાને એ હદે પ્રભાવિત થઇ છે કે આ પ્લેટફોર્મ પરથી લોકો કમાણી કરવા લાગ્યા છે. આ પ્લેટફોર્મ પર કમાણીના મામલે ઉંમરની કોઈ સીમા નથી. જેનું તાજું ઉદાહરણ યુટ્યુબ છે. વર્ષ 2020માં સૌથી વધુ કમાણી એક એવા છોકરાએ કરી છે જેની ઉંમર 10 વર્ષ પણ નથી.

Image source

સામાન્ય રીતે 9 વર્ષનું બાળક ગેમ રમવામાં વ્યસ્ત હોય છે. પરંતુ અમેરિકામાં ટેક્સાસમાં રહેનારા રાયન કાજીએ આ ઉંમરમાં 200 કરોડથી વધુની કમાણી કરી ચુકી છે. ફોબર્સ મેગેઝીન અનુસાર, 9 વર્ષનો રેયાન કાજી યુટ્યુબ પર સૌથી વધુ કમાણી કરનાર કન્ટેટ ક્રિએટર છે. રેયાન કાજી યુટ્યુબ પર રમકડા અને ગેમ્સને અનબોક્સ કરે છે અને તેને રીવ્યુ કરે છે. રાયનએ 2020માં યુટ્યુબથી 29.5 મિલિયન ડોલર એટલે કે, 221 કરોડની કમાણી કરી ચુક્યો છે. આ સિવાય તે વર્લ્ડ બ્રાન્ડેડ ટોય એન્ડ ક્લોથીંગ દ્વારા પણ આ બાળકે 200 મિલિયન ડોલરની કમાણી કરી છે.

Image source

રાયને હાલમાં જ નીકેલોદઈએં સાથે પોતાની ખુદની ટીવી સીરીઝ્ની ડીલ પણ સાઈન કરી છે. કાજીનો સૌથી લોકપ્રિય વિડીયો હ્યુઝ એગ્સ સરપ્રાઈઝ ટોય ચેલેન્જના 2 બિલિયનથી વધુ વ્યૂઝ છે. આ વિડીયો યુટ્યુબ ઇતિહાસના સૌથી 60 સૌથી વધુ જોનારા વીડિયોના લિસ્ટમાં શામેલ છે.

Image source

રાયને વર્ષ 2015માં વિડીયો બનાવવાંનું શરૂ કર્યું હતું.રાયનને આ આઈડિયા ત્યારે આવ્યો હતો જયારે તેને રમકડાનો રીવ્યુના વિડીયો જોવાનું શરૂ કર્યું હતું. રાયનનો આ વિડીયો રીવ્યુનિ રીત લોકોને બહુ જ પસંદ આવી હતી. આ બાદ તેનું ફેન ફોલોન્ગ વધવા લાગ્યું હતું. રાયનની લોકપ્રિયતા ત્રણ વર્ષ બાદ ચરમસીમા પર પહોંચી ચુકી હતી. વર્ષ 2018અને 2019માં યુટ્યુબ પર સૌથી વધુ કમાણી કરનાર યુટ્યુબર હતો.

Image source

રાયનની લોકપ્રિયતા જોતાં, ઘણાં રમકડા કંપનીઓ તેમની પાસે આવે છે અને રિયાન નવીનતમ રમકડાં અનબોક્સ કરે છે અને તેમની સમીક્ષા કરે છે. તે જ સમયે, લાખો લોકો યુટ્યુબ પર તેના આ વિડિઓઝ જુએ ​​છે. રાયન છેલ્લાં પાંચ વર્ષમાં એક સફળ બ્રાન્ડ બનવામાં સફળ રહ્યો છે.

યુ ટ્યુબ સ્ટાર્સની 2020ની ફોર્બ્સ લિસ્ટ ઓફ યુટ્યુબ સ્ટાર્સમાં 22 વર્ષીય જીમી ડોનાલ્ડસન છે, જે મિસ્ટર બિન તરીકે વધુ જાણીતા છે. જેમણે લગભગ 24 મિલિયનની કમાણી કરી છે અને પ્રથમ વખત તે લિસ્ટમાં શામેલ છે. દિલચસ્પ વાત છે કે, રાયનની લોકપ્રિયતાના કારણે પરિવારજનોએ તેની અટક પણ બદલાવી પડી હતી. તેની સાચી અટક ગુઆન હટાવીને કાજી રાખી છે.

Image source

રાયન કાજીના Ryan’s World નામના યુટ્યુબ ચેનલ નેટવર્ક પર 41.7 મિલિયનથી વધુ સબસ્ક્રાઈબર છે. તમને જણાવી દઈએ કે, આ યુટ્યુબ નેટવર્કમાં રાયનની 8 અન્ય ચેનલ પણ શામેલ છે.છેલ્લા 3 વર્ષથી યુટયૂબ પર સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ રેયાનના નામ પર છે.