ખબર

લોકડાઉન 4 ના છેલ્લા દિવસે ભારતે 8,237 નવા કેસ સાથે તમામ રેકોર્ડ તોડ્યા, ફ્રાન્સને પણ પાછળ ફેંકી દીધું- જાણો વિગત

આખા દેશમાં લગભગ બે મહિના બાદ આજથી લોકડાઉન ધીરે-ધીરે ખુલવાની શરૂઆત થઇ છે. કંટેનમેન્ટ ઝોન સિવાય આખા દેશમાં ઘણી હદે છૂટછાટ આપી દેવામાં આવી છે. ત્યારે રવિવારના રોજ એટલે કે લોકડાઉન 4.0 ના છેલ્લા દિવસે દેશમાં કોરોના સંક્રમણના 8 હજારથી વધુ કેસ સામે આવ્યા છે.

ભારત વિશ્વના એક સાત દેશોમાં સામેલ થઇ ગયું છે કે જ્યાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ છે. છેલ્લા એક જ અઠવાડિયામાં ભારતમાં 51,535 નવા કેસ સામે આવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 1,90,380 કેસ સામે આવ્યા છે.

Image Source

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 8237 કેસ સામે આવ્યા છે, જેમાં મહારાષ્ટ્રમાં 2487 કેસ, દિલ્હીમાં 1295 કેસ, તામિલનાડુમાં 1149 કેસ, ઉત્તરપ્રદેશમાં 378 કેસ, પશ્ચિમ બંગાળમાં 371 કેસ અને કર્ણાટકમાં 229 કેસ સામે આવ્યા છે. જો કે રાહતની વાત એ પણ છે કે ભારતમાં સંક્રમિત થયેલા લોકો ઝડપથી સ્વસ્થ પણ થઇ રહયા છે. અત્યાર સુધીમાં 91,368 લોકો સ્વસ્થ થયા છે, જે સંક્રમિત લોકોમાં 49 ટકા છે.

રવિવારે કોરોના વાયરસના સંક્રમણને કારણે 224 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે મૃતકોની સંખ્યા વધીને 5,404 થઈ ગઈ છે. તેમાંથી ફક્ત છેલ્લા 12 દિવસમાં 2 હજાર દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રવિવારે, ગુજરાતમાં 438 નવા કેસ નોંધાયા હતા અને અત્યાર સુધીમાં સંક્રમણના કુલ કેસ 16,794 થયા છે.

Image Source

સૌથી ગંભીર સ્થિતિ મહારાષ્ટ્રની છે. રવિવારે કોવિડ-19 સંક્રમણના વધુ 2,487 કેસ નોંધાયા છે. આ સાથે, ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 67,655 થઈ ગઈ છે. આ સિવાય 89 દર્દીઓનાં મોત સાથે મૃતકોની સંખ્યા 2,286 પર પહોંચી ગઈ છે. ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણના 8 હજારથી વધુ કેસ નોંધાયા છે.

સંક્રમણ આટલી ઝડપથી વધી રહ્યું હોવા છતાં ભારત સરકાર અને રાજ્ય સરકારો લોકડાઉનમાં છૂટ આપી રહી છે. બજારો, કચેરીઓ અને જાહેર પરિવહન ખુલવાથી કોરોના ચેપના કેસોમાં વધારો થવાનું જોખમ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.