ખબર

છેલ્લા 24 કલાકમાં દેશની અંદર અત્યાર સુધીના સૌથી વધુ સંક્રમિત આંકડા, મૃત્યુઆંક સાંભળીને ચોંકી ઉઠશો

કોરોના વાયરસનો પ્રકોપ આખી દુનિયામાં ફેલાયેલો છે ત્યારે આપણા દેશની અંદર પણ કોરોનાના આંકડા દિવસેને દિવસે વધતા જઈ રહ્યા છે અને એમાં પણ લોકડાઉનમાં મળેલી છૂટછાટના કારણે હવે કોરોના ઉપર કાબુ મેળવવો લગભગ અસંભવ થઇ રહ્યો છે.

Image Source

છેલા 24 કાલકા દરમિયાન અત્યાર સુધીના સૌથી વધુ સંક્રમિતનો આંકડા સામે આવ્યા છે. બુધવારના રોજ એક જ દિવસમાં ભારતમાં નવા સંક્રમિતઓનો આંકડો 45 હજારને પર પહોંચી ગયો છે. 23 જુલાઈની સવાર સુધી દેશમાં  45,720 કોરોનાના નવા કેસ નોંધાયા છે, જે દેશ માટે ખુબ જ ચિંતા જનક બાબત છે.

Image Source

દેશમાં કુલ સંક્રમિત લોકોંની સંખ્યા હવે 12 લાખને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકની અંદર 1,229 લોકોના આ વાયરસના કારણે મૃત્યુ પણ નિપજ્યા છે. દેશનો કુલ મૃત્યુ આંક 29,861 થઇ ગયો છે.

Image Source

ન્યુઝ સમાચાર એજેન્સી એનીએ ટ્વીટ્ટર ઉપ્પર ટ્વીટ કરીને આ આંકડાં જાહેર કર્યા છે, જે દેશ માટે ખુબ જ ચિંતા જનક બાબત છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે જેમાં એક જ દિવસમાં કોરોનાના 10576 નવા કેસ નોંધાયા છે.

ભારતમાં દિવસેને દિવસે કોરોના કેસની સંખ્યા વધતી જઈ રહી છે, અને હજુ આગામી દિવસોમાં પણ આ સંખ્યામાં વધારો થઇ શકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.