ખબર ફિલ્મી દુનિયા

કંગના રનૌતના મુંબઈ ઓફીસમાં બીએમસીની તોડફોડને બોમ્બે હાઇકોર્ટે જણાવ્યું દૂર્ભાવનાપૂર્ણ-નોટિસ પણ કરી રદ

કંગના રનૌત તેની મુંબઈ સ્થિત આવાસીય કચેરીમાં બીએમસીની તોડફોડની કાર્યવાહી વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને હાઈકોર્ટે દૂર્ભાવનાપૂર્ણ ઠરાવી છે. હાઈ કોર્ટે બીએસીની અરજી નકારી કાઢતા અભિનેત્રીને વળતર આપવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે ગેરકાયદે બાંધકામની BMCની નોટિસને પણ રદ કરી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

સપ્ટેમ્બરમાં  બીએમસીએ મુંબઈના બાંદ્રાના પાલી હિલ ખાતે કંગના રનૌતની ઓફિસને ગેરકાયદેસર ગણાવી હતી. તે સમયે કંગના મુંબઈ નહોતી. આ પછી કંગનાએ મુંબઈ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો કે બીએમસી આગળની કાર્યવાહી કરી શકે નહીં. બોમ્બે હાઈકોર્ટે 7 અને 9 સપ્ટેમ્બરના રોજ કંગનાને મોકલેલી નોટિસને ફગાવી દીધી હતી, જેમાં જણાવ્યું હતું કે કંગનાની ઓફિસમાં BMC ની કાર્યવાહી ખરાબ ઇરાદાથી કરવામાં આવી હતી. હાઈકોર્ટે કોઈ વેલ્યુઅરની નિમણૂક કરવાનું પણ કહ્યું છે, જે તેનો રિપોર્ટ રજૂ કરશે. આ અહેવાલના આધારે કંગનાને વળતર અપાશે. જોકે, હાઇકોર્ટે અભિનેત્રીને સોશિયલ મીડિયા દ્વારા અન્ય લોકો પર બિનજરૂરી કમેન્ટ ન કરવા સૂચના પણ આપી હતી.

જણાવી દઈએ કે બીએમસીએ કંગના રનૌતના બંગલા પર નોટિસ પાઠવી હતી અને નોટિસ આપ્યાના 24 કલાકમાં જ તોડફોડ કરી હતી. કંગના આ તોડફોડની વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં ગઈ હતી, જ્યાં તેણે કહ્યું હતું કે નોટિસ આપવાનો સમય ઓછામાં ઓછો 14 દિવસનો હોવો જોઈએ, પરંતુ બીએમસીએ એકપક્ષી કાર્યવાહી કરીને 24 કલાકમાં બંગલો તોડી નાખ્યો હતો. બીએમસીએ કહ્યું કે નકશા મુજબ કંગનાના બંગલામાં બાથરૂમ અને ઓફિસ બનાવવામાં આવી નથી. તે વધારાની જગ્યાને અતિક્રમણ કરીને બનાવવામાં આવી છે. પરંતુ BMC એ અંતિમ તારીખ પહેલાં તોડફોડ કરી હતી.