ખબર

હાઇકોર્ટે કાઢી રાજય સરકારની ઝાટકણી, બેડની અછત હોવાનું સરકારે હાઇકોર્ટેમાં સ્વીકાર્યું, જાણો વિગત

આજે હાઈકોર્ટની ઓનલાઈન સુનાવણી થઈ હતી. રાજ્ય સરકાર વતી હાઈકોર્ટે સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની દલીલ કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, બેડની અછત હોવાનું સરકારે હાઇકોર્ટેમાં સ્વીકાર્યું. 15 માર્ચ 2021ના રોજ ઓક્સિજનનું 100 મેટ્રિક ટન ઉત્પાદન હતું. જેની સામે 55 મેટ્રિક ટનની જરૂરિયાત હતી. ત્યારબાદ અચાનક ઓક્સિજનની માંગમાં વધારો થયો. અમે ક્યારેય એવું નથી કહ્યું કે, બધું સારું હતું અને સારું છે અમે કહ્યું છે, અમે સતત પ્રયાસ કરીએ છીએ. હાલમાં મેન પાવરની શોર્ટજ છે. ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત છે અમે સ્વીકારીએ છીએ. 108નું વેઇટિંગ ધીમે ધીમે ઘટી જશે. સમય સાથે કેસ વધી રહ્યા છે. રિસોર્સ ઓછા છે હાલમાં બેડ નથી.

સાથે જ હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યા કે, સરકારની ગાઈડલાઈન કરતા અલગ ગાઈડલાઈન ના હોવી જોઈએ. કોઈ વ્યક્તિ નજીકના ગામમાં રહેતું હોય તો કેમ અમદાવાદમાં સારવાર ના કરાવી શકે. તમે માત્ર ગુલાબી પિક્ચર બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. આ ગ્રાઉન્ડ રિયાલિટી નથી. સાથે જ હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યા કે, દરેક હોસ્પિટલે બહાર બોર્ડ લાગવવું જોઈએ કે ત્યાં કેટલા બેડ ખાલી છે, કેટલા બેડ ઓક્સિજન છે અને કેટલા બેડ ફૂલ છે. સ્ટાફની અછત હોય તો ઇન્ટર્ન સ્ટુડન્ટસને બોલવવા આવે તેવું સરકારને hc એ નિર્દેશ આપ્યો.

ગુજરાતમાં કોવિડની બીજી લહેર કાળમૂખી બનીને લોકોને ભરખી રહી છે. એવામાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. અમદાવાદે કોરોનાના કેસમાં મુંબઈને પાછળ છોડ્યું છે. મુંબઈમાં ગઇકાલે 5,542 કેસ નોંધાયા હતા. જ્યારે આજે એકલા અમદાવાદમાં 5,619 કોરોનાના કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 158 દર્દીઓના મોતથી ખળભળાટ: ગુજરાતમાં અત્યાર સુધીમાં 6486 દર્દીઓના મોત કોરોનાને કારણે થયાં છે. મૃત્યુનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 412 દર્દીઓ વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,21,461 પર પહોંચ્યો છે.