ખબર

હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ડોઝથી 80% હેલ્થકેર કર્મચારીઓ સંક્રમણથી સુરક્ષિત થયા અને ‘સંજીવની’ જેવી હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ પર WHOએ લગાવી હતી રોક

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના રિસર્ચમાં એવા પરિણામો સામે આવ્યા છે મલેરિયા-રોધી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનના યોગ્ય ડોઝ લેવાની સાથે જ યોગ્ય રીતે પીપીઈ કીટ વાપરવાથી સ્વાસ્થ્યકર્મીઓના કોરોના વાયરસના સંક્રમણની ચપેટમાં આવવાનું ઝોખમ ઘટે છે.

ICMRના ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં ઓનલાઇન પ્રકાશિત કેસમાં નિયંત્રણ કરવાવાળા અભ્યાસમાં મળેલા પરિણામો અનુસાર, અધ્યયનમાં સામેલ લોકોમાં ચારથી પાંચ સંતુલિત ડોઝ લેવા પર એમાં સાર્સ-કોવિડ સંક્રમણના જોખમમાં મહત્વપૂર્ણ ઘટાડો જોવા મળ્યો છે. પણ સાથે જ સંક્રમણથી બચવા માટે PPE કીટ અને અન્ય સાવધાની રાખવી જરૂરી છે.

Image Source

તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ હાઈડ્રોક્સીક્લોરોક્વીનનો વપરાશ અટકાવવાની વાત કરી હતી કારણ કે મેડિકલ જર્નલ ધ લાન્સેટમાં પ્રકાશિત થયેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું કે હાઈડ્રોક્સીક્લોરોક્વીનથી કોઈ ખાસ ફાયદા નથી થતા અને મૃત્યુદરમાં પણ વધારો થયો છે.

પણ હવે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, HCQના 6 અથવા વધુ ડોઝ લેવાથી 80 ટકા હેલ્થકેર કર્મચારીઓ સંક્રમણથી બચી ગયા. આઇસીએમઆરની સ્ટડી સૂચવે છે કે “ફક્ત HCQ પ્રોફીલેક્સીસ લેવાથી જ કોવિડ-19 સંક્રમણ ટાળી શકાતું નથી, જો કે એચસીક્યુના ચાર કે તેથી વધુ યોગ્ય ડોઝ લેવાથી, રક્ષણાત્મક અસર થવાની શરુ થાય છે. કોવિડ-19 સંક્રમણના જોખમને ઘટાડવામાં લગભગ 80 ટકા ફાયદો કરે છે.

Image Source

આ સ્ટડી કરનારા વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, ‘એવું નોંધ્યું છે કે ચોથા અઠવાડિયા પછી, જો ડોઝ સાત અઠવાડિયા માટે સૂચવવામાં આવે તો કોવિડ -19 વાયરસના જોખમમાં ઘટાડો થાય છે. અલબત્ત, આટલું જ નહીં, પણ પીપીઈ પહેરીને અને વધુ સાવચેતી રાખીને કોવિડ -19 દર્દીઓની સારવાર કરી રહ્યા હોય તેવા સ્વાસ્થ્યકર્મીઓમાં જોખમ ઘટે છે.’

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.