ખબર

કોરોના વિષે ગંભીર ના રહેતા ગુજરાતીઓ સાવધાન, મૃત્યુના આંકડામાં ગુજરાત પહોંચ્યું પહેલા નંબરે

કોરોના વાયરસથી દુનિયાભરના મોટાભાગના દેશો પ્રભિવત થઇ ગયા છે, ભારતમાં પણ આ વાયરસની ધીમી શરૂઆત બાદ હાલ આંકડો 10 લાખને પાર પહોંચી ગયો છે જે ઘણું જ ચિંતાજનક છે અને હજુ આવનાર સમયમાં આ આંકડાઓ હજુ પણ વધુ વધવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

Image Source

પરંતુ હાલમાં જ આવેલા કેટલાક આંકડોઓ પ્રમાણે ગુજરાતના માથે પણ ચિંતાના કાળા વાદળો ઘેરાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. કોરોના વાયરસના કારણે થઇ રહેલા મૃત્યુના આંકડામાં ગુજરાત બીજા રાજ્યોને પાછળ છોડી અને પહેલા ક્રમાંકે આવ્યું હોવાનું સામે આવ્યું છે, જે ઘણી જ ગંભીર બાબત છે.

Image Source

બુધવારના રોજ જાહેર થયેલા સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં કોરોનથી 4.59 ટકા લોકોના મૃત્યુ થયા છે. જેના કારણે ગુજરાત પહેલા નંબરે છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં મૃત્યુદર 3.94 ટકા હોવાના કારણે બીજા ક્રમે અને મધ્યપ્રદેશમાં 3.38 ટકાના કારણે ત્રીજા ક્રમાંકે છે. જયારે બીજા બે અન્ય રાજ્યોમાં મૃત્યુદર 3 ટકાથી ઓછું છે.

Image Source

ગુજરાત માટે ગુજરાતનો મૃત્યુ દર ચિંતા જનક વિષય છે તો આ રિપોર્ટ પ્રમાણે ગુજરાતનો રિકવરી રેટ પણ અન્યરાજ્યોની સરખામણીમાં વધારે સારો છે. પાંચ રાજ્યોના રોકવરી રેટ પ્રમાણે ગુજરાત બીજા ક્રમાંકે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.