રાઈટ ટુ પ્રાઇવસી હેઠળ હાઇકોર્ટમાં કરવામાં આવી અરજી, “શું ઘરમાં બેસીને દારૂ પી શકાય ?” જુઓ એડવોકેટ જનરલ દ્વારા શું આપવામાં આવ્યો જવાબ

આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતની અંદર દારૂબંધી છે. છતાં પણ હાઇકોર્ટમાં આ દારૂબંધી હટાવવાને લઈને વખતો વખત અરજી પણ કરવામાં આવે છે. ત્યારે હાલમાં જ દારૂબંધીના કાયદાને પડકારતી અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ અરજી પર એડવોકેટ જનરલે હાઇકોર્ટમાં વાંધો ઉઠાવ્યો હતો.

આ બાબતે એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે “ગાંધીના ગુજરાતમાં દારૂની મંજૂરી આપવી યોગ્ય નથી. આ અરજી ટકવાપાત્ર નથી. રાઈટ ટુ પ્રાઈવસીનો મુદ્દો હોય તો SCમાં જવા અરજદારને સલાહ અપાઇ છે.” આ સાથે તેમને એમ પણ જણાવ્યું કે “રાઈટ ટુ પ્રાઈવસીનો અર્થ એવો નથી કે,  લોકોને ઘરમાં બેસી દારૂ પીવાની છૂટ આપી શકીએ.” હવે આ બાબતે આવતી કાલે વધુ સુનાવણી હાથ ધરાશે.

આ ઉપરાંત એડવોકેટ જનરલે દારુબંધીના કાયદાને પડકારતી અરજીની સુનાવણીમાં રજૂઆત કરી હતી કે, રાજ્યમાં 6.75 કરોડની વસ્તીમાં માત્ર 21 હજાર લોકોને જ હેલ્થ પરમીટ આપવામાં આવી છે. વિઝીટર અને ટુરિસ્ટ પરમીટ જેવી ટેમ્પરરી પરમીટ થઈને પણ રાજ્યમાં દર વર્ષે માત્ર 66 હજાર લોકો પાસે જ પરમીટ ઉપલબ્ધ હોય છે. તેમણે રાજ્યમાં 71 વર્ષથી દારુબંધીનો કાયદો અમલમાં હોવાની પણ રજૂઆત કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલી હોવા છતાં પણ ઘણા લોકો દારૂ સાથે ઝડપાતા જોવા મળે છે. ગુજરાતમાં દારૂનું પણ ઘણી જગ્યાએ મોટા પ્રમાણમાં વેચાણ થતું પણ જોવા મળે છે.

 

Niraj Patel