ખબર

કોરોના બાબતે અરજીની સુનાવણીમા હાઇકોર્ટે વિપક્ષની ઝાટકણી કાઢી, કહ્યું, ‘આ મુદ્દે રાજકારણ યોગ્ય નથીં’

ગુજરાત હાઇકોર્ટે કોરોના વાઇરસના સંદર્ભમાં કરેલી અરજી અંગે વિપક્ષની આલોચના કરી હતી અને સુનાવણી કરતા રવિવારે જણાવ્યું કે અહીં જણાવવામાં આવ્યું છે તેમ જો સરકારે કોવિડ-19ની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કંઈ કર્યું જ ન હોત તો આપણે બધા જ મૃત્યુ પામ્યા હોત. સરકાર જે પણ સારું કામ કરશે તેની ચોક્કસપણે સરાહના થવી જોઈએ. જેટલાં પણ પગલાં ભરવામાં આવ્યા છે તે યોગ્ય છે. હવે જરૂર છે સતર્ક, સાવધાન અને સક્રિય રહેવાની.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાએ કહ્યું કે, ‘અમારા અભિપ્રાય મુજબ, જાહેરહિતની અરજી (PIL) એવા લોકો માટે છે જેઓ નિરાધાર છે. તેમજ એ લોકોના ફાયદા માટે છે જેઓ સામાજિક પછાતપણાને કારણે કોર્ટ સુધી પહોંચી શકતા નથી. જાહેરહિતની અરજીઓ રાજકીય લાભ ખાંટવા માટે નથી હોતી જેથી તેને રાજકીય લડાઇનું સાધન બનાવવું જોઇએ નહીં.’

Image Source

વધુમાં તેમને જણાવ્યું હતું કે એવા લોકો જે કપરા સમયમાં મદદ માટે હાથ નથી લંબાવી શકતા, મોટી સંખ્યામાં લોકો માટે કશું જ નથી કરતા તેમણે કંઈક કરી રહેલી સરકારના કામકાજની ટીકા કરવાનો કોઈ અધિકાર નથી. જો રાજ્ય સરકારે ખરેખર કશું જ કર્યું નહોત તો કદાચ અત્યાર સુધી આપણે સૌ મરી ચૂક્યાં હોત. શાસકપક્ષની સરકારની ટીકા કરવા માત્રથી ચમત્કારિક રીતે કોવિડ-19ના દર્દીઓ સાજાં નહીં થઈ જાય અને તેનાથી મૃત્યુ પામેલા લોકો પણ પાછા જીવતા થવાના નથી.

રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પગલાંની ખામીઓ શોધવાથી અરાજકતા જ વધશે. આ કટોકટીભરી પરિસ્થિતિમાં આપણે એકબીજાનો સાથ આપવો જોઇએ, એકબીજા સાથે ઝઘડવું ન જોઇએ. કોવિડ-19ની આ કટોકટી એક માનવીય સંકટ છે, કોઇ રાજકીય કટોકટી નથી. આવી અસામાન્ય પરિસ્થિતિમાં વિપક્ષની ભૂમિકા પણ એટલી જ મહત્વની છે. પરંતુ આ પ્રકારની પરિસ્થિતિમાં, ટીકાત્મક રીતે બોલવા કરતા સરકારને સહયોગ કરવો વધારે ફાયદાકારક રહેશે.

Image Source

હાઇકોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં બેદરકારી માટે આરોગ્ય સચિવ જયંતી રવિ જવાબદાર ગણાશે. જો હવે બેદરકારીની જાણ થશે તો જયંતી રવિ વિરુદ્ધ કાર્યવાહી થશે. આ સાથે જ સરકારી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટના પરિણામ આવતા થતા વધુ સમયને લઇને હાઈકોર્ટે રાજ્ય સરકારની પણ ઝાટકણી કાઢી હતી. કોર્ટે એ પણ કહ્યું છે કે કોરોના ટેસ્ટ માટે સરકાર હવે 24 કલાકમાં જ મંજૂરી આપે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.