હાઇકોર્ટે આ દિગ્ગજ સેલિબ્રિટીને તતડાવી નાંખ્યો, કહ્યું- વિદેશથી રોલ્સ -રોયલ લાવ્યા છો તો હવે 48 કલાકની અંદર

સાઉથ સુપરસ્ટાર ધનુષ ક્યારેક તેની ફિલ્મોના કારણે તો ક્યારેક લાઇફસ્ટાઇલને લઈને ચર્ચામાં રહેતા હોય છે. આ વખતે ધનુષ માટે તેમની લક્ઝરી ગાડી જ મુસીબત બની ગઈ છે. વર્ષ 2015માં અભિનેતાએ યુકેથી રૉલ્સ-રૉયસ ગાડી ખરીદી હતી જેના પછી ભારતમાં ગાડી પ્રવેશ કરવા માટે તેના ટેક્સમાંથી છુટ્ટી માંગવાની અરજી કરી હતી.

આ અરજી કરવી ધનુષને મોંઘુ પડી ગયું હતું અને હવે  તેમના વકીલ અરજીને પાછી ખેંચવા માંગે છે. મામલો એ હદ સુધી વધી ગયો છે કે મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયે આ બાબતે સુનાવણી કરતા અરજીને પાછી ખેંચવાની અનુમતિ માટે નકારી હતી.

તેમજ 5 ઓગસ્ટની તે સુનાવણીમાં ધનુષના વકીલે કોર્ટમાં સૂચના આપી હતી કે અભિનેતાએ ટેક્સના 50 ટકા ભરી દીધા છે અને 9 ઓગસ્ટ સુધી બાકી રહેલી રકમ ભરવા માટે પણ તૈયાર છે.તેની સાથે પણ કેસ પાછો લેવાની માંગ કરી છે.

ન્યાયમૂર્તિ એસએમ સુબ્રમણ્યમએ એક આદેશ જણાવતા અરજીને ખારીજ કરવામાં આવી છે અને ધનુષને રૉલ્સ-રૉયસ ગાડીના પ્રવેશ ટેક્સ એટલેકે 30.30 લાખ રૂપિયા ભરવા માટે 48 કલાકનો સમય આપ્યો છે. તેની સાથે જ ન્યાયમૂર્તિએ કહ્યું હતું કે દેશનો સામાન્ય માણસ જે સાબુ ખરીદી રહ્યા છે તે લોકો પણ ટેક્સ ભરી રહ્યા છે. દેશના દરેક નાગરિકને તેમની જવાબદારી અને કાયદાનું પાલન કરવું જોઈએ.

જણાવી દઈએ થોડાક સમય પહેલા કોર્ટે અભિનેતા વિજયને પણ ખુબ જ ફટકાર લગાવી હતી. તેમની ઉપર આરોપ હતો કે તેમને પણ રૉલ્સ-રૉયસ ગાડી ખરીદવાના સમયે એન્ટ્રી ટેક્સમાં ચોરી કરી હતી. અભિનેતાએ કોર્ટને અપીલ કરી હતી કે આ ટેક્સને હટાવી દેવામાં આવે. ત્યારે મદ્રાસ હાઈ કોર્ટે રાહત આપતા લગાવામાં આવેલ 1 લાખ રૂપિયાના દંડ પર રોક લગાવી દીધી હતી. કોર્ટમાં વિજયના વકીલે કહ્યું હતું કે બધા નાગરિકોને ટેક્સ લગાવા પર સવાલ ઉઠાવાનો અધિકાર છે.

Patel Meet