ભ્રષ્ટ અધિકારીઓની ખેર નથી હવે, બહાદુર વકીલ મેહુલ બોઘરાની મેટરમાં હાઇકોર્ટે મોટો નિર્ણય લીધો

છેલ્લા કેટલાક દિવસોથી સુરતના જાણિતા એડવોકેટ મેહુલ બોઘરા ચર્ચામાં છે. કેટલાક દિવસ પહેલા TRB જવાન દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ મામલો ખૂબ ચર્ચામાં પણ રહ્યો હતો. આ મામલે પોલિસ દ્વારા ફરિયાદ લેવામાં આવી હતી અને પોલિસે વકીલ વિરુદ્ધ ખંડણી અને એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો હતો. જે બાદ આ ગુનો રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં એક પિટિશિયન કરાઇ અને કોર્ટે સુરત સરકાર પોલીસને નોટિસ ફટકારી છે અને આવતીકાલે કોર્ટમાં જવાબ સાથે રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

જણાવી દઇએ કે, સરથાણામાં ગેરકાયદે રીતે વાહનચાલકો પાસે ઉઘરાણું કરનારા TRB જવાનોનું સોશિયલ મીડિયા પર યુવા એડવોકેટ મેહુલ બોઘરા દ્વારા લાઈવ કરવામાં આવતા ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડ દ્વારા એડવોકેટ પર હુમલો કરવામાં આવ્યો હતો અને તે બાદ તેના પ્રત્યાઘાતો સમાજમાં અને વકીલ મંડળમાં પડ્યા હતા.જો કે, આ કેસમાં સાજન ભરવાડ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી પરંતુ એડવોકેટ મેહુલ બોધરા સામે એટ્રોસિટી અને ખંડણીનો ગુના નોંધવામાં આવ્યો

અને આ બાબતે મેહુલ બોઘરાએ ગુજરાત હાઈકોર્ટમાં સીઆરપીસી 482 મુજબ ફરિયાદ રદ કરવાની પિટિશન દાખલ કરી. ઉલ્લેખનીય છે કે, ખોટી રીતે ગુનો દાખલ કરવાને લઇને એડવોકેટે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી અને ગઇકાલે હાઇકોર્ટે સીઆરપીસી 482 મુજબની ફરિયાદ રદ કરવાના કેસના મામલે સુરતના સરથાણા પોલીસને એક નોટિસ ફટકારી આવતીકાલે એટલે કે 31 ઓગસ્ટના રોજ કેસની સ્ટેટમેન્ટ સાથે કોર્ટમાં હાજર રહેવા માટેનો હુકુમ કર્યો છે.

મેહુલ બોઘરા વાળી ઘટનાની વિગત જણાવીએ તો, એડવોકેટે વીડિયો મેસેજ મારફતે જણાવેલી કેફિયત અનુસારસવારે લસકાણા પોલીસ ચોકી પાસે એક રિક્ષા આડી કરી ત્રણ પોલીસવાળા અને ત્રણ અન્ય ઈસમો વાહનચાલકોને અટકાવી હપ્તા ઉઘરાવી રહ્યાં હતાં અને આ દરમિયાન પોતે ત્યાં જઈ તેઓને રોકવાનો પ્રયાસ કર્યો. તેમણે એવું પૂછ્યુ કે, હપ્તા કેમ ઉઘરાવો છો ? તો સાદા કપડા પહેરેલા એક પુરુષે રિક્ષામાંથી દંડો કાઢી માર માર્યો અને એડવોકેટ પર હુમલો કરી દીધો. બાઈકની પાછળ દોડી દોડી તે પુરુષે વકીલને દંડા માર્યા.

આ હુમલામાં એડવોકેટને માથા અને ગરદનના ભાગે ઈજા પહોંચી હતી. તેઓ લોહીલુહાણ પણ થયા હતા. મેહુલ બોઘરા અનુસાર, સરથાણા કેનાલ રોડ પર TRB સાથે મળી કેટલાંક અસામાજિક ઈસમો વાહનચાલકો પાસે ઉઘરાવતા હોય છે, તે અંગે ભૂતકાળમાં એક જાગૃત નાગરિક અને વકીલ તરીકે મેહુલ બોઘરાએ ચેતવણી આપી હતી. તે દરમિયાન તેમનો ઝઘડો પણ થયો હતો.

Shah Jina