સંધ્યા થીયેટર કેસમાં હાઇકોર્ટે અલ્લુ અર્જુનને જામીન આપ્યા છે. ત્યારે આ સમાચારને લઇ તેના ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. ‘પુષ્પા-2’ ફિલ્મના સ્ક્રિનીંગ દરમિયાન થયેલ ભાગદોડમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યારે આ ઘટનામાં શુક્રવારે બપોરે હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. જેમાં તેલંગણા હાઇકોર્ટે અલ્લુ અર્જુને 14 દિવસની જેલની સજા સંભળાવી હતી.
14 દિવસની જેલની સજા સંભળાવી હતી
આ ઘટનામાં શુક્રવારે બપોરે હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની ધરપકડ કરી હતી. ત્યારે અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવતા તેના ચાહકો ચોંકી ઉઠ્યા હતા. જોકે સમગ્ર ઘટનામાં થયેલ ધરપકડને લઇ તેલંગણા હાઇકોર્ટ અલ્લુ અર્જુને 14 દિવસની જેલની સજા સંભળાવી હતી.
View this post on Instagram
સનસનાટી ફેલાવવા માટે કરાઇ હતી ધરપકડ
સુનાવણીમાં અલ્લુ અર્જુનના વકીલે દાવો કર્યો હતો કે અભિનેતાની ધરપકડ માત્ર સનસનાટી ફેલાવવા માટે હતી. ભલે તેની જરૂર ન હતી. સુનાવણીમાં, ન્યાયાધીશે પૂછ્યું કે શું અભિનેતા વિરુદ્ધ BNSની કલમ 105(B) અને 108 હેઠળ કેસ નોંધી શકાય છે. શું તે ઘટના માટે જવાબદાર છે? તેના પર સરકારી વકીલે કહ્યું કે અલ્લુ અર્જુન ચોક્કસ એકટર છે, પરંતુ હવે તે આરોપી છે. તેમની હાજરીને કારણે જ થિયેટરમાં ભારે ભીડ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો.
ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા
તેલુગુ સુપરસ્ટાર અને પુષ્પા ફેમ એક્ટર અલ્લુ અર્જુનને કોર્ટના આદેશ પર 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તાજેતરમાં થયેલી સુનાવણીમાં કોર્ટે આ નિર્ણય આપ્યો હતો. અલ્લુ અર્જુનની સામે નોંધાયેલા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. સરકારી વકીલે કોર્ટને માહિતી આપી હતી કે અભિનેતા સહિત કુલ 7 લોકોની બે દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી અને રિમાન્ડ રિપોર્ટ મુજબ તમામ પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે કહ્યું કે અભિનેતા પર લાગેલા આરોપો અંગે કાયદાકીય સલાહ લેવામાં આવી રહી છે. સાથે જ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.