ખબર

વધતા જતા કોરોના સંક્ર્મણને જોતા હાઇકોર્ટે ગુજરાત સરકારને કર્યો આ મોટો આદેશ, 19 એપ્રિલ સુધીમાં કરવું પડશે આ કામ, જાણો શું કહ્યું ?

કોરોનાની બીજી લહેર ગુજરાત માટે ઘાતક સાબિત થઇ રહી છે. ત્યારે હાઇકોર્ટ દ્વારા પણ ગુજરાત સરકારને કેટલાક દિશા સૂચનો કરવામાં આવ્યા છે. ગઈકાલે હાઇકોર્ટ દ્વારા રેમડેસિવિર વિશે ટકોર કરવામાં આવી હતી.

ત્યારે હાલમાં હાઇકોર્ટ દ્વારા કોરોનાની સ્થિતને જોતા રાજ્ય  સરકારને કોરોનાના કેસ અને ડેથ ના સાચા આંકડા જાહેર કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટે જણાવ્યું કે “લોકોમાં વિશ્વાસ સંપાદિત થાય તે રીતે પારદર્શિતાથી સરકાર આંકડા જાહેર કરે અને સરકારના જવાબદાર અધિકારી કે નેતા રોજ પ્રજાને કોરોનાની સ્થિતિ વિશે સાચી માહિતી જણાવે.”

તો આ ઉપરાંત ઓક્સિજન અને રેમડેસિવિર મામલે પણ હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. જેમાં “ઓક્સિજન અને રેમડેસિવિરનો પર્યાપ્ત જથ્થો  19 એપ્રિલ સુધીમાં ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા સરકાર કરવા કોર્ટે સરકારને આદેશ કર્યાં છે. આ મામલે હવે 20 એપ્રિલે સુનાવણી કરવામાં આવશે.