હેલ્થ

હાઈ બ્લડ પ્રેશર અને દુખાવાથી છો પરેશાન ? તો અપનાવો આ ઘરેલુ ઉપાય અને મેળવો રાહત

માણસનું શરીર જેટલું રોગમુક્ત હશે એટલું જ માણસ સારી રીતે જીવી શકશે. સ્વસ્થ રહેવા માટે માણસ ઘણું બધું કરતો હોય છે છતાં પણ કોઈને કોઈ બીમારીમાં સપડાઈ જ જાય છે. અને બીમારી દૂર કરવા માટે દવાનો સહારો લેવો પડે છે. દવાથી થોડી રાહત તો મળે છે પરંતુ થોડા સમય માટે જ, ફરી એ તકલીફ શરૂ થાય છે.  ઘરેલુ ઉપાય દ્વારા તમે એ બીમારીઓથી હેમંશા માટે છુટકારો પણ મેળવી શકો છો અને કોઈ સાઈડ ઇફેક્ટ પણ તમને નથી થતી. આજે અમે તમને એવી જ કેટલીક બીમારીમાં વપરાતા ઘરેલુ ઉપાયો વિષે જણાવીશું, જેનાથી તમને ઘણી જ પભ થશે.

Image Source

હાઈ બ્લડ પ્રેશર:
તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો ખાલી પેટે લસણની 2-3 કળીઓ ખાઈ લેવી, આ ઉપરાંત તાંમ્બાના વાસણમાં પાણી ભરીને આખી રાત મૂકી રાખવું અને સવારે તેને પી જવું, તુલસી અને લીમડાના પાનનું સેવન પણ ખુબ જ લાભદાયક રહે છે.

Image Source

અસ્થમા:
જો તમને અસ્થમા જેવી બીમારી હોય તો ફાયબર વળી વસ્તુઓ ખાવી ખુબ જ લાભકારક છે. આ સિવાય તમને તુલસી અને ફુદીના વાળી ચા પીવાથી પણ ફાયદો થશે. કાળા મરીનું સેવન પણ અસ્થમામાં ફાયદાકારક રહે છે.

Image Source

ગેસ:
નહારની ખાણીપીણીથી ગેસની સમસ્યા સામાન્ય રીતે થતી જ હોય છે. તેના માટે તમે જમ્યા બાદ ઈલાયચી ચાવી અને લીંબુનું પાણી પીશો તો પણ રાહત મળશે. જો સવારમાં ચા પીવાથી પેટ ફૂલી જતું હોય તો નારિયેળ પાણી પીવું લાભદાયક રહેશે. ગેસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ગરમ દૂધ કરતા ઠંડુ દૂધ પીવું ફાયદાકારક રહેશે.

Image Source

ઘૂંટણનો દુખાવો:
વધતી ઉમર સાથે ઘૂંટણનો દુખાવો સામાન્ય બાબત છે પણ તેમાં રાહત મેળવવા માટે ચાની અંદર કાળા મરી નાખીને પીવાથી લાભ થશે.  રોજ ખાલી પેટે 2-3 અખરોટ ખાવી પણ ખુબ જ લાભકારક છે. બદામનું સેવન પણ માંસપેશીઓના દુખાવામાં રાહત આપે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.