ભારતના આ જંગલમાં છુપાયેલું છે 2500 ટન સોનુ…કોના ભાગ્યમાં હશે? ઘણાએ જીવ ગુમાવેલો છે
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે કેરળના પદ્મનાભસ્વામી મંદિરના પ્રબંધનની જવાબદારી ત્રાણકકોર રાજપરિવારને સોંપી દીધી છે. રાજ પરિવારે નક્કી કર્યું છે કે મંદિરનું સાતમું ભૂગર્ભ સ્થળ ખોલવામાં નહીં આવે. એવામાં આ ભૂગર્ભમાં કેટલા રહસ્યો છુંપાયેલા છે તે હવે રહસ્ય જ બનેલા રહેશે.

જેના પછીથી દેશભરમાં મંદિરોમાં છુપાવાયેલા ખજાના વિશે ચર્ચા શરૂ થઇ ચુકી છે. જો કે કેરળમાં અન્ય પણ ઘણા મંદિરો છે જે પોતાના ખજાના માટે ચર્ચિત થતા રહે છે. કર્ણાટકના જયનગર સામ્રાજ્યના ખજાના વિશે પણ હંમશા ચર્ચા થતી રહે છે. અહીંના ખજાનાને લગભગ 450 વર્ષ પહેલા છુપાવામાં આવ્યો હતો.

કૃષ્ણદેવ રાયએ 1509 થી 1529 સુધી વિજયનગર પણ શાસન કર્યું હતું અને 1565 માં મુગલોએ આ સામ્રાજ્ય પર હુમલો કર્યો હતો માટે પોતાના ખજાનાની રક્ષા કરવા માટે કૃષ્ણદેવે ખજાનો અહીં છુપાવી દીધો હતો જે આજે પણ ક્યાંક દફન છે.

આ ખજાનાની શોધ આજે પણ કર્ણાટકના હમ્પીથી તેલંગાણાના હૈદરાબાદ ના જંગલોમાં કરવામાં આવે છે. હૈદરાબાદ સરકારે અમુક વર્ષો પહેલા રાતના સમયે જંગલોમાં જવા માટે પ્રિતબંધ પણ લગાવી દીધો હતો, છતાં પણ અહીં લોકો ખજાનો શોધવા માટે આવે છે. વર્ષ 2018 માં અહીં આવી જ રીતે ખજાનો શોધવા આવેલા બે ટ્રેજર હન્ટરની મૃત્યુ થઇ ગઈ હતી. જણાવી દઈએ કે ત્યાં 2500 ટન જેટલું સોનુ દફન છે.

આ સિવાય દક્ષિણ ભારતમાં ઘણી જગ્યાઓ છે જ્યા આજે પણ ખજાનો છુપાયેલો છે અને લોકો ખજાનાની શોધ કરવા નીકળી પડે છે.

1. તેલંગણાના ભુવનગિરીનો ખજાનો:
અહીંની પહાડી પર યદાદ્રી મંદિર આવેલું છે, જેની તળેટીમાં ખજાનો છુપાયેલો હોવાનું માનવામાં આવે છે. અમુક વર્ષો પહેલા અહીંના ખેતરોમાં ખજાનાની શોધ કરતા અમુક લોકોની ધરપકડ કરવામાં આવી હતી, તેની પાસેથી પ્રાચીન કાળની હનુમાન મૂર્તિ અને અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી, જે જપ્ત કરવામાં આવી હતી.

2. કન્નુરમાં ટીપું સુલ્તાનનો ખજાનો:
કેરળના કન્નુર જિલ્લાના જંગલો વિશે કહેવામાં આવે છે કે અહીં ટીપુ સુલ્તાનનો ખજાનો છુપાયેલો છે. તેણે પોતાના ખજાનાને સુરક્ષિત રાખવા માટે અહીંના જંગલોમાં છુપાવ્યો હતો. આગળના દસ વર્ષથી અહીંના જંગલોમાં ઘણી ટિમ સક્રિય છે જે આ ખજાનાની શોધમાં લાગેલી છે.

3. કોહિનૂરની ખાણ:
આંધ્ર પ્રદેશના કૃષ્ણ નદીના કિનારે કોહિનૂર હીરાની ખાણ હોવાનું માનવામાં આવે છે. દુનિયાના સૌથી 10 કિંમતી હીરાઓમાંના 7 આ ખાણના જ માનવામાં આવે છે. પણ આ ખાણ આજે પણ એક રહસ્ય બનેલી છે. સુલ્તાન મોહમ્મદ કુતુબ શાહે અહીં સુરંગો બનાવી હતી જેમાં આ કિંમતી ખાણ છુપાયેલી છે.

4. આંધ્ર પ્રદેશનું મૂકામ્બિકા મંદિર:
આંધ્રપ્રદેશના કોલુરમાં મૂકામ્બિકા મંદિર છે જ્યા પણ ખજાનો છુપાયેલો હોવાનું માંનવામાં આવે છે અને તેની રક્ષા આજે પણ નાગ દેવતા કરે છે. અહીં માતાનું સિંહાસન 90 કિલોના સોનાનું બનેલું છે અને માતાની મૂર્તિ પર 3 કરોડથી વધારે રૂપિયાના ઘરેણા છે અને 30 કરોડના હીરા-જવેરાત પણ અહીં ઉપલબ્ધ છે. પણ આ ખજાનો ગુપ્ત ભૂગર્ભસ્થળમાં રાખેલો છે.