ધાર્મિક-દુનિયા

Viral Video: જયારે આ છોકરી વાંસળી વગાડે છે ત્યારે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ આવે છે સાંભળવા

ઈશ્વરના ખેલ પણ ખૂબ જ ગજબના હોય છે. ભગવાન શું કરે અને શા માટે કરે એ કોઈને નથી ખબર. આપણે બધા જ જાણીએ છીએ કે ભગવાન માટે કોઈ પણ કામ અસંભવ નથી. ભગવાન પૃથ્વી પર ક્યારેક-ક્યારેક એવા લોકોને મોકલે છે, જે તેમની કમી પૂરી કરી શકે. ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિભાઓ વિશે પણ સૌ કોઈ જાણે છે. તેઓ જયારે વાંસળી વગાડતા ત્યારે પશુ-પક્ષીઓ પણ તેમના સંગીતથી આકર્ષાયને તેમની પાસે આવતા હતા.

વાયરલ થઇ રહ્યો છે છોકરીનો આ વિડીયો:

ભગવાન શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા હતા અને આ સમયે તેમની જ જેમ વાંસળી વગાડવા માટે તેઓએ આ ધરતી પર એક છોકરીને મોકલી છે. જે એકદમ તેમના જેમ જ વાંસળી વગાડે છે. જેને સાંભળીને તેઓ ખુદ આવે છે અને બેસીને વાંસળી સાંભળે છે. આજકાલ આ છોકરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો એવું કહીને પણ શેર કરવામાં આવે છે કે આનો અવાજ સાંભળીને ખુદ ભગવાન કૃષ્ણ પણ આવે છે.

સારા-સારા લોકો થઇ જાય છે દંગ:

એક એવી છોકરી છે જે એટલી મધુર વાંસળી વગાડે છે કે કોઈ પણ સાંભળીને તેમાં ખોવાઈ જશે. તેની વાંસળી વગાડવાની કલાને જોઈને સારા-સારા લોકો પણ દંગ થઇ જશે. કેટલાક લોકો હોય છે જે બાળપણથી જ પ્રતિભાવાન હોય છે. આ છોકરી પણ એમાંથી જ એક છે. આ છોકરી ક્યાંની છે એ વિશે કોઈને જાણકારી નથી. શું સાચે જ તેની વાંસળીનો અવાજ સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ આવે છે? એ વિશે કઈ કહી ન શકાય. જો કે આ વિડીયો એ જ નામથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

મિત્ર પણ વગાડે છે ટેબલથી ડ્રમ:

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી કેટલી મધુર વાંસળી વગાડે છે, તેનો સાથ આપે છે તેની મીટ, જે બાજુમાં બેસીને ટેબલ પર ડ્રમ વગાડી રહી છે. બંનેનો તાલમેલ પણ ગજબ છે. આ છોકરી વિશે કહેવામાં આવે છે કે જયારે એ વાંસળી વગાડે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ પોતે સાંભળવા આવી જાય છે.