ટીવી જગતની ફેમસ અભિનેત્રી હીના ખાન બોલીવુડમાં પણ એન્ટ્રી કરી ચુકી છે. હીના ખાન આજના સમયમાં બેસ્ટ અભિનેત્રીઓની હરોળમાં શામિલ થઇ ગઈ છે. હીનાની સુંદરતા પર આજે અનેક લોકો દીવાના છે.

હીના ખાન અવાર-નવાર પોતાની હોટ અને ગ્લેમર તસ્વીરો શેર કરતી રહે છે. તેની ફેશન સ્ટાઇલ પણ લાજવાબ હોય છે. એવામાં એકવાર ફરીથી હીનાએ પોતાની સુંદર તસ્વીર શેર કરી છે જેમાં હીનાએ બ્લુ જીન્સ અને ટોપ પહેરી રાખ્યું છે.

હિનાની આ તસ્વીર લર લોકો ઘાયલ થઇ ગયા છે, અને તસ્વીરને ખુબ પસંદ કરી રહ્યા છે. ક્યૂટ અને ચુલબુલી હીના ખાન હાલના સમયમાં બિગ બોસના ઘરમાં સિનિયરના પદ પર છે અને જુનિયર લોકોને ટ્રીટ કરી રહી છે. જો કે સિનિયર તરીકે સિદ્ધાર્થ શુક્લા અને ગૌહર ખાન પણ છે.

હીના ખાન ક્યારેક ટ્રેડિશનલના લુકમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં ચાહકોનું દિલ જીતતી આવી છે. હિનાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ તેની દમદાર તસ્વીરોથી ભર્યું પડ્યું છે. હીનાની દરેક અદાઓ અને કાતિલાના અંદાજ દર્શકોને ખુબ પસંદ આવે છે. હિના ખાને ટીવી સિરિયલ યે રિશ્તા ક્યાં કહેલાંતા હૈં દ્વારા ડેબ્યુ કર્યું હતું. જેના પછી તે બિગ બોસમાં કન્ટેસ્ટેટનાં સ્વરૂપે પણ આવી હતી. અહીં થી જ તેની સુંદરતા અને તેની આવડત લોકોની નજરમાં આવી હતી.

હીનાની ફિલ્મ ‘હૅક્ડ’ને પણ દર્શકોનો સારો અભિપ્રાય મળ્યો છે. તેની ફિલ્મને કાન્સ ફેસ્ટિવલમાં સ્થાન મળ્યું હતું અને રેડ કાર્પેટ પર હીના ખાનનો અંદાજ જોઈને દરેક કોઈ હેરાન જ રહી ગયા હતા.

હિના ખાને કસૌટી ઝીંદગી કી-2, નાગિન-3 માં પણ કામ કર્યું છે. આ સિવાય તે વેબ સિરીઝ ડેમેજ્ડ-2 માં પણ અલગ જ અંદાજમાં જોવા મળી હતી. હીનાએ આ મુકામ પોતાની મહેનતના દમ પર મેળવ્યો છે. ઇન્ડસ્ટ્રીમાં તેનું કોઈ ગોડ ફાધર નથી.

હાલના સમયમાં હીના ખાન રૉકી જયેસવાલને ડેટ કરી રહી છે. બંન્ને વેકેશનમાં પણ સાથે જ ફરવા જાય છે અને ખુલ્લેઆમ રૉકી સાથેની પોતાની તસ્વીરો શેર કરે છે. બંન્ને દુનિયાં સામે ખુલ્લેઆમ પોતાના સંબંધને કબૂલ કરવામાં માને છે.

ફિલ્મોની સાથે સાથે હીના ખાન પોતાની ફિટનેસને લીધે પણ જાણવામાં આવે છે. હીના હંમેશા જીમમાં પોતાની વ્યાયામ કરતી તસ્વીરો કે વિડીયો શેર કરતી રહે છે. તેનો જિમ લુક પણ ખુબ જ કાતિલાના હોય છે.

હીના ખાન રૉકીના પરિવારની પણ ખુબ નજીક છે. જણાવી દઈ કે રૉકી યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ શો ના સુપરવાઈઝિંગ પ્રોડ્યુસર છે અને આ સિરિયલથી જ બંન્ને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.