મનોરંજન

આવો જાણીએ એ ફિલ્મના 5 કિસ્સા વિષે જેના શુટિંગ દરમિયાન થયેલા કાંડને કારણે સલમાન ખાનને થઇ જેલ

બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. સલમાન ખાન ક્યારેક લગ્ને લઈને તો કયારેક ફિલ્મને લઈને ચર્ચામાં રહે છે.

સલમાન ખાન ફિલ્મ ‘હમ સાથ-સાથ હૈ’ ના શૂટિંગ દરમિયાન કાળા હરણને મારવાના કેસમાં તેને સજા પણ થઇ હતી. આવો જાણીએ ‘હમ સાથ-સાથ હૈ’ ફિલ્મના અમુક કિસ્સા વિષે.

Image Source

આપણે  સૌ જાણીએ છીએ હાલમાં #MeToo. હેઠક ઘણા એક્ટર પર તો ઘણા ક્ષેત્રના લોકોના નામ આવ્યા હતા. આ નામમાં આલોકનાથનું નામ પણ શામેલ છે. 1998માં ફિલ્મ ‘હમ સાથ-સાથ હૈ’ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક યુવતી આલોકનાથને કપડાં આપવા આવી હતી. આલોકનાથે એ છોકરીની સામે જ કપડાં ઉતારવા લાગ્યા હતા. આ જોઈને તે યુવતી ભાગવા લાગી હતી.જયારે આ યુવતી ભાગવા લાગી હતી ત્યારે આલોકનાથે તે યુવતીનો હાથ પકડવા લાગ્યા હતા. પરંતુ યુવતી કોઈ પણ રીતે હાથ છોડાવીને ભાગી ગઈ હતી.

અન્ય એક કિસ્સો જોઈએ તો હમ સાથ સાથ હૈ માં સુરજે રામ-લક્ષમણને સંગીત માટે રાખવામાં આવ્યો હતો. રામ લક્ષ્મણના નામથી જે યુવક સંગીત બનાવતો હતો તે યુવકનું નામ હતું સંગીત પાટીલ. જયારે સુરજે વિજય પાટીલને આ ફિલ્મ ઓફર કરી ત્યારે વિજયે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. બાદમાં સૂરજના મનાવવા પર આ ફિલ્મ કરવા રાજી થયો હતો. વિજય આ ફિલ્મમાં સારું સંગીત દેવા માંગતો હતો તેથી તેને સૂરજને કુલ 27 ધૂન બનાવીને આપી હતી. જેમાં 7 ગીત ફિલ્મ માટે આપ્યા હતા.

Image Source

અન્ય એક ફિલ્મ સાથે જોડાયેલા કિસ્સાની વાત કરવામાં આવે તો ‘હમ સાથ-સાથ હૈ’ ની ટિમ રાજસ્થાનના જોધપુરમાં શૂટિંગ કરી રહી હતી ત્યારે સલમાન સહીત ફિલ્મની કાસ્ટ પર આરોપ લાગ્યો હતો કે તેને 2 કાળા હરણનો શિકાર કર્યો છે. આ મામલે સલમાન ખાનને 5 વર્ષની સજા પણ થઇ હતી. હાલ સલમાન ખાન જામીન પર છે.

આ ફિલ્મમાં ત્રણેય છોકરીઓ સપના સાધના અને પ્રીતિની મા વગરની હતી. સુરજની ઘણી ફિલ્મોમાં બાળકો માતા વગરના જ હોય છે. જોઈએ તો મૈને પ્યાર ક્યુ કિયા ફિલ્મમાં પણ સુમનની માતા હતું નથી તેના પિતા એકલા જ સિંગલ પેરેન્ટ હતા. આ સિવાય વિવાહ ફિલ્મમાં પણ પૂનમના માતા-પિતા ના હતા તે કાકા-કાકી સાથે રહેતી હતી. દર્શકોને માતા-પિતા વગરના બાળકો પર ફાઈલિંગ આવે છે. સૂરજ છેલ્લા 30 વર્ષમાં 6થી 7 વાર કરી ચુક્યો છે.

Image Source

દેશની તે સમયે સૌથી મોટી કંપની કોકા કોલાએ તે સમયે ‘હમ સાથ-સાથ હૈ’ ફિલ્મને લઈને કેમપેઇન ચાલુ કર્યું હતું. આ કેમપેઇન હર્થલ કોકાકોલાની બોટલ પર હમ સાથ-સાથ હૈની એક તસ્વીર રાખવામાં આવી હતી. તે સમયે કોકે ‘હમ સાથ-સાથ હૈ’ ફિલ્મના પ્રમોશન માટે 1.25 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. ફિલ્મના પ્રમોશનમાં થયેલા ખર્ચ મામલે તર સમયે સૌથી મોંઘી ફિલ્મ હતી. પરંતુ આ ફાયદો ફિલ્મને ઘણો થયો હતો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ આ ફિલ્મને જોવામાં આવી હતી.

Image Source

વીતેલા સમયમાં ઝી ટીવીમાં આ ફિલ્મ એટલી બધી વાર દેખાડી કે, લોકો ટીવીને મ્યુટ કરીને પણ બધા ડાયલોગ બોલતા હતા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.