અંબાલાલ પટેલે ગુજરાતમાં ધોધમાર વરસાદને લઇને કરી દીધી આગાહી, ઓગસ્ટ મહિનામાં આ જિલ્લામાં પડશે ભારે વરસાદ

રાજયમાં આ વર્ષે સારો એવો વરસાદ વરસ્યો છે. ઘણા જિલ્લાઓમાં તો મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. ત્યારે હાલ પણ ઘણા જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ગઇકાલના રોજ ગુજરાતમાં મેઘરાજાએ બરાબરની બેટિંગ કરતાં અમદાવાદ, ગાંધીનગર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. રાધનપુરમાં સાડા ત્રણ કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો અને અમદાવાદના ઘણા વિસ્તારોમાં એક કલાકમાં જ એક ઈંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.

ત્યારે હવે આ વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તેમના અનુસાર 16 અને 17 ઓગસ્ટના રોજ એટલે કે મંગળવાર અને બુધવારના રોજ ગુજરાતના કેટલાય ભાગોમાં ભારે વરસાદ વરસશે. તે ઉપરાંત 19 ઓગસ્ટ અને 24 ઓગસ્ટ દરમિયાન પણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. અંબાલાલ પટેલે જણાવ્યુ- ગુજરાના અનેક ભાગોમાં ભારે વરસાદ પડવાનો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઓછો વરસાદ થવાનો છે.

બીજી વરસાદી સિસ્ટમ 16 અને 17 ઓગસ્ટે સક્રિય થશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે, 13 સપ્ટેમ્બર સુધીનો વરસાદ સારો રહેશે. 19થી 24 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગો પાટણ, મહેસાણા, કડી, સમી, બેચરાજી, વિસનગર, વડગામમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા પણ ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જણાવી દઇએ કે, અરબી સમુદ્રમાં ડિપ્રેશન શક્રિય થયું હોવાથી વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. સરદાર સરોવર નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેને કારણે ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે.

Shah Jina