ખબર

કોરોનાની સારવાર માટે ભારતની વધુ એક કંપનીએ લોન્ચ કરી દવા, જાણો સમગ્ર વિગત

Image source
Image source

હાલ કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો 4.26 લાખથી વધી ગયો છે. કોરોનાના  ઈલાજ માટે બધા જ દેશો મહેનત કરી રહ્યા છે. ભારત દેશ દ્વારા કોરોનની દવાનો દાવો કરવામાં આવ્યો છે.

ભારતની ડ્રગ ફર્મ Heteroએ રવિવારે કહ્યુ કે તે કોવિડ-19ની સારવાર માટે ઇનવેસ્ટિગેશનલ એન્ટીવાયરલ ડ્રગ રેમડેસિવીર (Remdesivir)ને લોન્ચ કરી કરી છે. દવા કંપનીને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DGCI)ની મંજૂરી પણ મળી છે. આ દવા ભારતમાં ‘Covifor’નામથી વેચાશે.

આ દવા 100 મિલિગ્રામ શીશી (ઇન્જેક્શન) તરીકે ઉપલબ્ધ થશે. આ પ્રોડક્ટને ગિલિયડ સાયન્સ ઇન્ક સાથે લાઇસન્સ કરાર હેઠળ ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી રહી છે.

Image source

જ્યારે આ દવાની કિંમત વિશે પૂછવામાં આવ્યું ત્યારે હેટોરો ગ્રુપ ઓફ કંપનીઝના મેનેજિંગ ડિરેક્ટર વંશી કૃષ્ણ બંદીએ કહ્યું કે તેના ઈન્જેક્શનની એક ડોઝ માટે 5000 થી 6,000 રૂપિયા ખર્ચ થશે. તેમણે કહ્યું કે આ દવાનું ઉત્પાદન કંપનીના હૈદરાબાદના ફોર્મ્યુલેશન પ્લાન્ટમાં થઈ રહ્યું છે.

Image source

તો બીજી તરફ શનિવારે ગ્લેનમાર્ક ફાર્માએ કોરોના સંક્રમણની સારવાર માટે favipiravirનું જેનેરિક વર્જન લોન્ચ કરવાની મંજૂરી મેળવી હતી જે અહીં FabiFlu નામથી વેચાશે.

Image source

કંપનીએ દાવ કર્યા મુજબ કોરોના સંક્રમણના ગંભીર દર્દીઓને પણ આ દવા આપી શકાશે. કંપનીએ એવો પણ દાવો કર્યો હતો કે ભારતમાં વધતા જતા કેસો સામે આ દવા ગેમચેન્જર સાબિત થશે. કંપનીએ દેશભરમાં કોરોનાના દર્દીઓ માટે સ્ટોક પણ રેડી રાખ્યો છે. Covifor દવા 100mgના ઇન્જેક્ટેબલ ફોર્મમાં મળશે.

તો બીજી તરફ શનિવારે ગ્લેનમાર્કની FabiFlu ટેબલેટ કોવિડ-19ના સામાન્ય લક્ષણોવાળા દર્દીઓને આપવાની મંજૂરી છે અને તેની એક ટેબલેટની કિંમત 103 રુપિયા નક્કી કરવામાં મઆવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.