અજબગજબ

‘વોટ્સએપ’ ઉપર સ્વર્ગમાં માસ્કના વીડિયોને લઈને વાયરલ થઈ રહેલા આ દાદીમા કોણ છે? જાણો તેમની હકીકત

સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડીયો હોય છે જે રાતો રાત વાયરલ થઇ જાય છે અને વાયરલ વિડીયોમાં રહેલ વ્યક્તિ પણ રાતોરાત પ્રખ્યાત બની જતા હોય છે. હાલમાં વૉટ્સ એપ અને સોશિયલ મીડિયા ઉપર એક એવો જ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વિડીયોની અંદર એક દાદીમા પોતાના મૃત્યુબાદ સરવણીના ખાટલામાં ત્રણ માસ્ક મુકવાનું જણાવે છે, જેમાં સ્વર્ગની અંદર પોતાની સુરક્ષા પોતે જ રાખવાનું કહે છે. આ વિડીયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને વિડીયોમાં દેખાતા દાદીમાનો અભિનય પણ જોનારાઓને ખુબ જ પસંદ આવે છે.

ત્યારે હવે ઘણા લોકોને એ વાતની ખબર નથી કે વીડિયોમાં વાયરલ થઇ રહેલા આ દાદીમા આખરે છે કોણ? જેઓ સ્વર્ગમાં પણ ત્રણ અલગ અલગ પ્રકારના માસ્ક લઇ જવાનું કહી રહ્યા છે. જેમાં એક સ્ટીલની વાટકી જેવો માસ્ક, બીજો  જાળી વાળો માસ્ક અને ત્રીજો લગ્ન પ્રસંગે પહેરાય એવો ભરત ભરેલો માસ્ક સરવણીના ખાટલામાં મુકવાનું જણાવે છે.

આ વીડિયોમાં તેમનો બોલવાનો અંદાજ જોનારને ખુબ જ પસંદ આવે છે. તેઓ તેમના આગવા ટોનમાં બોલે છે: “હરીશ,હું મરી જાવને તો સરવણીના ખાટલામાં આ ત્રણ માસ્ક મેલજે:
ઇસ્ટીલનો માસ્ક , જાળી વાળો અને ઝરી ભરતકામ વાળો..”

ત્યારે અમે તમને જણાવીએ કે વાયરલ વિડીયોમાં દેખાઈ રહેલા એ માજી કોઈ સામાન્ય વ્યક્તિ નથી પરંતુ ગુજરાતી રંગભૂમિના એક અભિનેત્રી હેતલ મોદી છે. જેમને ઘણા નાટકોની અંદર કામ કર્યું છે.

ગુજરાતના પ્રસિદ્ધ વાર્તાકાર જયંત ખત્રીની વાર્તા “ધાડ” ઉપરથી બનેલા ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ નાટક “ધાડ” જેમાં પ્રસિદ્ધ આરજે દેવકીએ અભિનય કર્યો હતો તે નાટકમાં પણ હેતલ મોદી જોવા મળ્યા હતા. આ નાટકમાં તેમને ધનબાઈનું પાત્ર ભજવ્યું હતું. આ નાટક ખુબ જ પ્રખ્યાત બન્યું હતું અને તેના ઘણા બધા શો પણ થયા હતા.

હેતલ મોદીએ નાટકોમાં ખુબ જ સુંદર અભિનય કર્યો છે, અને હવે પોતાના આ વિડીયો દ્વારા તે ગુજરાતભરમાં પ્રસિદ્ધ થઇ ગયા છે. તેમના આ વિડીયોને અત્યાર સુધી લાખો લોકોએ નિહાળ્યો છે.

તમે પણ જુઓ તેમનો વાયરલ વિડીયો..

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)