ખબર

1લી માર્ચથી બદલાઈ રહ્યાં છે આ 5 નિયમો, જેના વિશે દરેક વ્યક્તિએ જાણવા જેવું છે, શું છે ફાયદો અને ક્યાં છે ખોટ?

1લી માર્ચના રોજ કેટલાક એવા નવા નિયમ આવી રહ્યા છે જે સીધા જ સામાન્ય માણસના ખિસ્સાને લાગુ પડશે। સરકારે મધ્યમવર્ગને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમોમાં ફેરબદલ કર્યા છે. આ નવા નિયમો બેન્કની લઈને છેક તમારા રસોડા સુધી અસર કરનારા હશે, તો ચાલો જાણીએ એવા ક્યાં પાંચ નિયમો બદલાઈ જવાના છે.

Image Source

તમારું બેંક ખાતું બંધ થઇ શકે છે:
SBI દ્વારા પોતાના ગ્રાહકોને મેસેજ મોકલી અને જણાવી દેવામાં આવ્યું છે કે 28 ફેબ્રુઆતી સુધી ખાતા ધારકોએ તેમનું KYC ફરજીયાત કરાવી દેવાનું રહેશે.  જો તમે 28 ફેબ્રુઆરી સુધી તમારા ખાતાનું KYC નથી કરાવતા તો તમારું ખાતું બંધ થઇ શકે છે.

Image Source

ATMમાંથી હવે નહિ નીકળે હવે 2000ની નોટ:
જો તમારું ખાતું ઇન્ડિયન બેંકમાં હોય તો તમારે આ નિયમ જરૂર વાંચવો જોઈએ, 1 માર્ચ 2020 પછી ઇન્ડિયન બેંકના કોઈપણ ATMમાટી તમે 2000 રૂપિયાની નોટ નહિ મેળવી શકો, તેની પાછળનું કારણે છે લોકોને 2000ની નોટ નીકળવા ઉપર ખુલ્લા લેવા માટે હેરાનગતિ થતી હતી જેના કારણે બેંક દ્વારા આ નિયમ કરવામાં આવ્યો છે સાથે 2000ની નોટના બદલે 200 રૂપિયાની નોટ વધારવાનો પણ નિર્ણય કર્યો છે. જો ગ્રાહકોને 2000 રૂપિયાયની જ નોટ જોઈએ છે તો તે બેંકમાં આવી અને નોટ મેળવી શકે છે.

Image Source

લોટરી ઉપર 1 માર્ચથી 28 ટકા GST:
હવે લોટરી ઉપર પણ 28 ટકા જીએસટી લગાવવામાં આવશે.જીએસટી પરિષદે ગયા વર્ષે ડિસેમ્બરમાં જ સરકાર દ્વારા ચલાવવામાં આવતી માન્યતા પ્રાપ્ત લોટરી માટે 28 ટકા એકસમાન જીએસટી લાવવાનો નિયમ કર્યો હતો. રાજસ્વ વિભાગના નવા નિયમ પ્રમાણે લોટરી ઉપર કેન્દ્ર સરકાર દ્વારા 14 ટકાનો દર લગાવવામાં આવશે જયારે રાજ્ય સરકાર પણ સમાન દર 14 ટકા ટેક્સ વસૂલશે, જેના કારણે 1 માર્ચથી લોટરી ઉપર લગાવામાં આવતો કુલ જીએસટી 28 ટકા થઇ ગયો છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત લોટરી ઉપર 12 ટકા અને માન્યતા પ્રાપ્ત લોટરી ઉપર 28 ટકા જીએસટી લગાવવાં આવે છે.

Image Source

ATM કાર્ડ હવે વિદેશમાં નહીં ચાલે:
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ હવે એટીએમ કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી જોડાયેલા નિયમોમાં બદલાવ કરી દીધો છે. હવેથી ભારતીય કાર્ડનો ઉપયોગ માત્ર ભારતમાંજ થઈ શકશે, વિદેશમાં કાર્ડ વાપરવા માટે અલગથી મંજૂરી લેવાની જરૂર રહેશે.

Image Source

રસોઈ ગેસની કિંમતમાં ઘટાડો:
છેલ્લા કેટલાય સમયથી આપણે રસોઈ ગેસની કિંમતમાં ઉત્તર ચઢાવ થતો જોઈ રહ્યા છીએ ત્યારે દેશની મોટી ઓઇલ કંપનીઓ દ્વારા 1 માર્ચથી રસોઈ ગેસના ભાવમાં ઘટાડો થવાની શકતા બતાવાઈ રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.