પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવ આજે દરેક વ્યક્તિ માટે મુશ્કેલીનું કારણ બન્યા છે, ત્યારે હવે લોકો ત્રીજા વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક વાહનને જોઈ રહ્યા છે, માર્કેટની અંદર પણ ઘણી કંપનીઓ દ્વારા ઇલેક્ટ્રિક કાર, બાઈક અને સ્કૂટર લોન્ચ કરવાની જાહેરાત કરી છે અને ઘણી કંપનીઓ દ્વારા તો બુકીંગ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે.
ત્યારે જનસત્તાના રિપોર્ટ પ્રમાણે હીરો કંપની દ્વારા ઇલેક્ટ્રિક સ્કૂટર એનવાઈએક્સ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે ઓછી કિંમતમાં લાંબી રેન્જ આપનાર સ્કૂટર હશે. કંપની દ્વારા આ સ્કૂટરને બે વેરિયંટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં પહેલું વેરિયંટ સિંગલ બેટરી અને બીજું વેરિયંટ ડબલ બેટરી વાળું હશે.
હીરો એનવાઈએક્સને કંપનીએ હાલમાં જ લોન્ચ કર્યું છે. આ સ્કૂટરની શરૂઆતી કિંમત 64,640 રૂપિયા (એક્સ શોરૂમ, ફેમ 2 સબસીડી સહીત) છે. જયારે ઇઆર (વિસ્તૃત રેન્જ) સંસ્કરણની કિંમત 69, 754 રૂપિયા છે.
હીરો ઇલેક્ટ્રિક NYX E5માં કંપનીએ 600Wની BLDC હબ મોટર આપી છે. આ મોટર વધારમા વધારે 1.2kWનો પાવર જનરેટ કરી શકે છે. આ મોટર દ્વારા આ સ્કૂટરના બેસ બ્રિયાન્ટમાં તમને 40 કલાક પ્રતિ કલાકની ટોપ સ્પીડ મળે છે.
કંપનીએ આ સ્કૂટરમાં 51.2 વૉટ અને 30 એચએચનું બેટરી પેક આપવામાં આવ્યું છે. આ બેટરીને એકવાર ફૂલ ચાર્જ થવામાં 4થી 5 કલાકનો સમય લાગે છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટરને એકવાર ફૂલ ચાર્જ કરવા ઉપર 165 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. જેમાં તમને 42 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ મળે છે.
આ સ્કૂટરના ડબલ બેટરી વેરિયંટને લઈને કંપનીનો દાવો છે કે તેમાં તમને 2010 કિલોમીટરની રેન્જ મળે છે. જેની શરૂઆતી કિંમત 69,754 રૂપિયા છે. બેસ વેરિયંટમાં 28AH લિથિયમ-આયન બેટરી પેક આપવામાં આવી છે. જે 50 કિલોમીટર સુધી ચાલવા માટે સારી છે. જયારે ER મોડલમાં બે 28AH બેટરી મળે છે. જે રેન્જને 100 કિલોમીટર સુધી વધારી દે છે.
આ સ્કૂટરમાં 10 ઇંચના અલોય વ્હીલ આપવામાં આવ્યા છે. સ્કૂટરના બંને વ્હીલમાં ડ્રમ બ્રેક લગાવવામાં આવી છે. આ સ્કૂટરને કંપનીની અધિકારીક વેબસાઈટ અથવા તો નજીકના ડીલરશીપ ઉપર જઈને બુકીંગ કરાવી શકાય છે.