જોઈ લો કરોડપતિ ક્લાર્કને, 4 હજાર રૂપિયા પગારથી નોકરીની શરૂઆત કરનારો ક્લાર્ક ઝડપાયો, ઘરમાં પડેલી રેડમાં એટલા રૂપિયા નીકળ્યા કે અધિકારીની આંખો પણ થઇ ગઈ ચાર

પાર્થની ગર્લફ્રેન્ડ અર્પિતા પછી હવે અહીંયા રેડ પડી તો ક્લાર્કે ઝેર ખાધું, અધધધધ રોકડા મળ્યા, મશીનો ગણી ગણીને થાકી ગયા…

ભારતમાં સતત ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને હવે એજન્સીઓ પણ આવા લોકો વિરુદ્ધ તપાસ હાથ ધરી રહી છે, ઠેર ઠેર છાપામારી કરી અને કરોડોની અવૈધ સંપત્તિઓ જપ્ત કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા જ પાર્થ ચેટર્જીની સહયોગી અર્પિતાના ફેલ્ટમાંથી કરોડોની સંપત્તિ જપ્ત કરવામાં એવી ત્યારે હવે વધુ એક અવૈધ સંપત્તિનો પર્દાફાશ થયો છે, જેમાં સામાન્ય પગારની નોકરી કરતા ક્લાર્કના ઘરેથી લાખોની રોકડ રકમ મળી આવી છે.

આ બાબતે પ્તાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા ક્લાર્ક હીરો કેસવાનીના ઘરે આર્થિક અપરાધ શાખા (EOW) દ્વારા પાડવામાં આવેલા દરોડામાં મોટી માત્રામાં કાળું નાણું બહાર આવ્યું છે. આટલી સંપત્તિ જોઈને તપાસ કરવા આવેલા અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. દરોડામાં હીરો કેસવાનીના ઘરેથી કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવી છે.

હીરો કેસવાનીના ઘરેથી લગભગ 85 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત કરોડો રૂપિયાની જમીન અને મકાનના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. હીરો કેસવાનીના ઘરેથી જમીનના સોદાના કોન્ટ્રાક્ટ સાથે સંબંધિત અનેક દસ્તાવેજો મળી આવ્યા છે. આશરે 4 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતા આરોપીઓને લગતા દસ્તાવેજો મળ્યા છે.

હીરો કેસવાનીની ત્રણ માળની આલીશાન ઇમારત અને તેના દરેક માળમાં વૈભવી આંતરિક અને સુશોભન કાર્ય જોઈને EOW ટીમ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. ઘરના દરેક રૂમમાં પેનલિંગ અને વુડવર્ક કરવામાં આવ્યું છે. છત પર લક્ઝુરિયસ પેન્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે. બૈરાગઢમાં હીરો કેસવાની બિલ્ડિંગની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા છે.

હીરો કેસવાનીએ બૈરાગઢની આસપાસ વિકસિત કોલોનીઓમાં મોંઘા પ્લોટ ખરીદ્યા છે. હીરો કેસવાનીએ મોટાભાગની પ્રોપર્ટી પોતાની પત્નીના નામે ખરીદી છે અને ઘણી પ્રોપર્ટી ખરીદ-વેચાણ કરી છે. હીરો કેસવાની અને તેના પરિવારના સભ્યોના બેંક ખાતામાં પણ લાખો રૂપિયા જમા થયા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીની પત્નીના બેંક ખાતામાં લાખો રૂપિયા જમા થયા હોવાનું જાણવા મળ્યું હતું.

હીરો કેસવાનીના ઘરેથી લાખો રૂપિયાના સોનાના દાગીનાની ખરીદી સાથે જોડાયેલી રસીદો મળી આવી છે. આરોપીના ઘરેથી ત્રણ ફોર વ્હીલર અને એક એક્ટિવા સ્કૂટર મળી આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હીરો કેસવાનીએ 4,000 રૂપિયા પ્રતિ મહિનાના પગારથી નોકરીની શરૂઆત કરી હતી અને હાલમાં તેનો પગાર 50,000 રૂપિયા પ્રતિ મહિના છે. આવી સ્થિતિમાં આવી કાળી સંપત્તિએ સૌને ચોંકાવી દીધા હતા.

Niraj Patel