આ હીરોને પકડી ગઈ પોલીસ, 8 કલાક સુધી કરી પુછપરછ, ભૂલ એટલી હતી કે તેને ક્લાસિકલ ગીત ગાયા, જાણો સમગ્ર મામલો

જ્યારથી સોશિયલ મીડિયાની જમાનો આવ્યો છે લોકો પોતાના ટેલેન્ટને બહહર લાવી રહ્યા છે, ઘણા લોકો સોશિયલ મીડિયામાં વીડિયો બનાવે છે અને તેને પોસ્ટ કરે છે, જેમાં તેમના અભિનય, જુગાડ, એક્ટિંગ અને ક્રિએટિવિટી જોવા મળતી હોય છે. ઘણા લોકોના આવા વીડિયોના કારણે તે સ્ટાર પણ બની જતા હોય છે, ત્યારે જ આવા એક કલાકારને પોલીસે હાલમાં પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

આ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે બાંગ્લાદેશમાંથી. અહીં પોલીસે એક વ્યક્તિને પકડીને તેને માનસિક ત્રાસ આપ્યો કારણ કે તેઓ માને છે કે તે બહુ ખરાબ ગાય છે. તેણે ગીત ન ગાવું જોઈએ કારણ કે તેનો અવાજ સારો નથી. આ કલાકારનું નામ હીરો અલોમ છે. સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે, પરંતુ પોલીસે તેને પકડી લીધો અને ખરાબ ગાવા માટે માનસિક ત્રાસ આપ્યો. હીરો અલોમેં કહ્યું કે પોલીસે તેને ફરીથી ક્લાસિકલ ગીતો ન ગાવાની સૂચના આપી છે.

હીરો અલોમેં જણાવ્યું કે ગયા અઠવાડિયે પોલીસે તેને માનસિક ત્રાસ આપ્યો. તેમને ક્લાસિકલ ગીતો ન ગાવા કહ્યું. પોલીસે એમ પણ કહ્યું કે તે ખૂબ જ ખરાબ રીતે ગાય છે. આ સિવાય તેમના તરફથી માફી પત્ર પર પણ સહી કરવામાં આવ્યું હતું. તેણે જણાવ્યું કે પોલીસે સવારે 6 વાગે તેની ધરપકડ કરી અને લગભગ 8 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો. પોલીસે તેને પૂછ્યું કે તમે રવીન્દ્ર અને નઝરુલના ગીતો કેમ ગાઓ છો?

જો કે, પોલીસ અધિકારી હારુન ઉર રશીદે કહ્યું કે અલોમે પરવાનગી વગર ગીત ગાવા અને પોલીસ યુનિફોર્મ પહેરવા બદલ માફી માંગી છે. અમને તેની સામે ફરિયાદ મળી હતી. તેણે પરંપરાગત ગીતની શૈલીને સંપૂર્ણપણે બદલી નાખી. હીરો અલોમેં ખાતરી આપી છે કે તે આવા ગીતો ફરી નહીં ગાશે. નોંધનીય છે કે હીરો અલોમ સાથેના આવા વર્તન બાદ યુઝર્સે નારાજગી વ્યક્ત કરી છે અને તેને અંગત અધિકારો પર હુમલો ગણાવ્યો છે. હીરો અલોમનું સમર્થન કરતાં એક યુઝરે લખ્યું કે તમે સાચા હીરો છો. અન્ય લોકો શું કહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી.

Niraj Patel