માવાએટલે કે ફાકીનું ચલણ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ હોય છે. આપણી આજુબાજુમાં એવા ઘણા લોકો હોય છે જેઓ આ વ્યસનમાં પોતાની આખી જિંદગી ખરાબ કરી નાંખે છે. વ્યસન મુક્તિની અનેક શિબિરો એટેન્ડ કર્યા બાદ પણ લોકો માવો ખાવાનું છોડી શકતા નથી. ઘણા લોકો તો એવા હોય છે કે દરરોજની 100થી વધુ રૂપિયાની ફાકી ઑહ્યા કરી જતા હોય છે. લોકડાઉનનાં કારણે તમાકુ-માવાના વ્યસનીઓની હાલત કથળી ગઈ હતી.

ઘણા લોકો માટે આ વ્યસન છોડવું આસાન નથી.જૂનાગઢના રહીશોએ તમાકુના વ્યસનનો અનોખો તોડ શોધ્યો છે. આ માવો એવો છે જેને ખાવાથી અનેક ફાયદા થાય છે. સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ ગુણકારી સાબિત થાય છે.
શરીર માટે નુકસાનકારક તમાકુવાળા માવાને બદલે જૂનાગઢના ગોકુલધામ સોસાયટીના સંચાલકો કાંતિભાઈ જાંજરૂકિયાએ અનોખો હર્બલ માવો તૈયાર કર્યો છે. આ અનોખા પ્રકારનો, પણ એકદમ માવા જેવો જ સ્વાદ આપે છતાં શરીર માટે જરાય નુકસાનકારક નહી એવો માવો એટલે હર્બલ માવો. અહીં ‘હર્બલ માવા’ વિશે બધી જ માહિતી મૂકી છે, જે તમે ઘરે પણ બનાવી શકશો.
હર્બલ માવામાં સોપારી સહિત 11 પ્રકારનો ઔષધનો સમાવેશ કરાયો છે. જેમાં હર્બલ માવો, સોપારી, સેકેલી વરિયારી, અજમાનો પાવડર, લવિંગ પાવડર, લિંડી પિપર, જેઠીમધ, કપૂર, ઈજમેટના ફૂલ, અમૃતબિંદુ, નાગરવેલ પાનના ટુકડા મિક્સ કરવામાં આવે છે.

યુવાનો અને વડીલોને પહેલા માવાના ફાયદા વિશે સમજાવવામાં આવે છે. પછી હર્બલ માવો ફ્રી આપવામાં આવે છે. જો હર્બલ માવામાં ગુલકંદ ઉમેરીએ તો મહિલાઓ અને બાળકો પણ તે ખાઈ શકે છે.
એક હર્બલ માવો ૬ થી ૭ રૂપિયાની કિંમતમાં પડે છે. કાંતિભાઈ જણાવે છે, કે અમે વિચારીને જ કિંમતમાં ઘટાડો રાખ્યો છે, ક્વોલિટીમાં ફરક નથી. જો આ માવાનાં મિશ્રણનું પેકેટ લેવું હોય તો ૪૫૦ રૂપિયામાં મળે છે, જેમાંથી ૬૦-૭૦ જેટલા માવા ઘરે બનાવી શકો! જે જીવ લેવા બાવે છે એ નિકોટિનનો ભાવ આસમાને પહોંચ્યો છે ત્યારે એ લેવાનું પસંદ કરશો કે જે શરીરને ઉપયોગી છે એમાં ૬-૭ રૂપિયા બગાડવાનું પસંદ કરશો?
કાંતિભાઈ જાંજરૂકિયાનાં જણાવ્યા પ્રમાણે, વ્યસન છોડવા માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે. એમનાં જણાવ્યા પ્રમાણે નેવું ટકા સ્વાદ તો અદ્દલ માવા જેવો જ આવવાનો છે. બે વર્ષ અગાઉ આ હર્બલ માવાને શરૂઆત કરીને તેનું મફતમાં વેચાણ પણ કરવામાં આવ્યું હતું તો લોકોને ઘરે કઈ રીતે આ માવો બનાવી શકાય તે અંગેની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.