હે ભગવાન.! રેસકોર્ષ મેદાનમાં ગાડી ડ્રાઇવિંગ શીખતાં સમયે આ ભાઈને આવ્યો હાર્ટ એટેક, ઘટનાસ્થળે જ થયું મોત, જાણો સમગ્ર મામલો
Rajkot Heart Attack News : ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવી રહ્યા છે. જેમાં નાના યુવાઓ અને સગીર પણ સામેલ છે. ત્યારે રાજકોટમાંથી હાલ હાર્ટ એટેકથી મોતનો મામલો સામે આવ્યો છે. રેસકોર્ષ મેદાનમાં કાર ડ્રાઇવિંગ શીખવતી વખતે એક વૃદ્ધને હોર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થયુ હતુ. ચંદુલાલ કાર ડ્રાઇવિંગ શીખવતા સમયે અચાનક ઢળી પડ્યા હતા અને તે બાદ એમ્બ્યુલન્સ બોલાવતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

અમદાવાદના ડોક્ટર તેજસ પટેલનો ખુલાસો
ઉલ્લેખનીય છે કે, આજકાલ જે હાર્ટઅટેકના બનાવ વધી રહ્યા છે તેના પર અમદાવાદના ડોક્ટર તેજસ પટેલે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, હાર્ટઅટેકના કેસમાં કોરોના આવ્યા પહેલાથી જ વધારો નોંધાયેલો છે પણ લોકોનું ધ્યાન વધારે કોરોના બાદ ખેંચાયું છે. જો કે, ઘણાા મગજમાં કોરોનાની ખોટી ગ્રંથી બંધાઈ છે અને વેક્સિનના કારણે હાર્ટઅટેક આવે છે તેવું તેઓ કહી રહ્યા છે પણ એવું કંઇ નથી. છેલ્લા 10 વર્ષથી યુવાનોમાં હાર્ટઅટેકના કેસ જોવા મળી રહ્યા છે,

યુવાનોમાં સ્ટ્રેસ લેવલ ત્રણ-ચાર ગણુ વધ્યુ
આ પહેલા 55-60 વર્ષે હાર્ટઅટેક આવતા પછી સમય જતાં 50 વર્ષે પણ હાર્ટઅટેકના બનાવ સામે આવ્યા છે. જ્યારે હવે 30થી 35 વર્ષ અથવા તો તેનાથી નાની ઉંમરમાં પણ લોકોને હાર્ટઅટેક આવવાના બનાવ સામે આવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યુ કે- યુવાનોમાં સ્ટ્રેસ લેવલ ત્રણ-ચાર ગણુ વધી ગયું છે અને ખોરાકની પેટર્ન પણ સારી ન હોવાથી હાર્ટઅટેકનું પ્રમાણ વધ્યુ છે. તેઓ કહે છે કે કસમયે લોકોએ ખોરાક ન લેવો જોઇએ.

હાર્ટ એટેક પહેલાના સંકેત
- નસકોરા જોરથી બોલવા અને ઘણીવાર ઊંઘ તૂટવી
- અચાનક વધારે ગરમી લાગવી અથવા તો પરસેવો થવો
- છાતી પર દબાણ તેમજ કોઇ ભાર મૂકવામાં આવ્યો હોય તેવો અહેસાસ થવો
- માથુ, પેટનો ઉપરનો ભાગ, પીઠ, ડાબો હાથ, ગરદન કે દાંતમાં કોઇ કારણ વિના સતત દર્દ
- ડાબી તરફથી પાંસળીઓની આસપાસ અથવા તો છાતીના વચ્ચેના ભાગમાં દુઃખાવો તેમજ આપમેળે દુઃખાવો બંધ થવો
- છાતીમાં અથવા પીઠના ઉપરના ભાગમાં સતત દબાણ થતું હોવાનો અહેસાસ થવો