ઇંગ્લેન્ડ સામે ખુબ જ વિચિત્ર રીતે આઉટ થયો ન્યુઝીલેન્ડનો આ બેટ્સમેન, વીડિયો જોઈને ક્રિકેટ પ્રેમીઓ પણ રહી ગયા હેરાન

તમે ઘણી વખત જોયું હશે કે ક્રિકેટના મેદાન પર બેટ્સમેન નસીબદાર બનતા હોય છે. ઘણી વખત બેટ્સમેન આસાન કેચ ચૂકી જાય છે, તો ક્યારેક તેઓ સરળ રન આઉટથી બચી જાય છે. તો ઘણીવાર તમે બેટ્સમેન સીધો કેચ આઉટ થતા જોયા હશે. તે ખુબ જ સામાન્ય છે. પ્રાનુત ઘણીવાર એક ફિલ્ડર દ્વારા કેચ ચૂકી જાય છે, પછી બીજો કેચ લે છે. તમે આ પણ જોયું જ હશે. પરંતુ શું તમે જોયું છે કે જો બેટ્સમેન શોટ ફટકારે છે તો બોલ નોન-સ્ટ્રાઈક પર ઉભેલા બેટ્સમેનના બેટ સાથે અથડાય અને ફિલ્ડરના હાથમાં ગયો હોય.

આવા કેચ આઉટ બેટ્સમેન ત્યારે જ કરે છે જ્યારે તેનું નસીબ ખરાબ હોય. આવું જ હાલ ન્યુઝીલેન્ડના બેટ્સમેન હેનરી નિકોલસ સાથે બન્યું હતું, જે એવી દુર્ભાગ્યપૂર્ણ રીતે આઉટ થયો હતો જેની તેને કલ્પના પણ નહોતી કરી. આ ઘટના ન્યુઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ દરમિયાન બની હતી.

મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો. કિવી ટીમે 83 રનમાં પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી હેનરી નિકોલ્સ અને ડેરેલ મિશેલે ઇનિંગ્સને સંભાળી હતી, પરંતુ નિકોલ્સ તેના ખરાબ નસીબને કારણે આઉટ થયો હતો. તેણે 99 બોલ રમ્યા બાદ માત્ર 19 રન બનાવ્યા હતા.

જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમનો સ્કોર 123 રન હતો અને સ્પિનર ​​જેક લીચ 56મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર નિકોલ્સે આગળ વધીને સીધો શોટ રમ્યો હતો. બોલ હવામાં ઝડપથી ગયો અને નોન-સ્ટ્રાઈક પર ઉભેલા મિશેલના બેટ પર અથડાયો. અહીંથી બોલ હવામાં લોન્ગઓફ તરફ ગયો, જેને ફિલ્ડર એલેક્સ લીસે કેચ કરીને નિકોલ્સને પેવેલિયન મોકલી દીધો. અમ્પાયરે નિયમ મુજબ નિકોલ્સને આઉટ જાહેર કર્યો હતો.

મેરીલેબોન ક્રિકેટ ક્લબ (એમસીસી) અનુસાર, કાયદો 33.2.2.3 જણાવે છે કે જો બોલ વિકેટ, અમ્પાયર, અન્ય ફિલ્ડર, રનર અથવા અન્ય બેટ્સમેનને અથડાય છે અને ફિલ્ડર દ્વારા કેચ કરવામાં આવે છે, તો તેને કેચ-આઉટ કહેવામાં આવે છે.

Niraj Patel