ખબર ગુજરાત જીવનશૈલી પ્રેરણાત્મક

ભારતીય મૂળના કેનેડિયન બિઝનેસમેન હેમંત શાહ, કેનેડાના “Mr ઇન્ડિયા”નું તેજસ્વીની ફાઉન્ડેશન દ્વારા સન્માન

હાલ વિશ્વભરમાં કોરોનાની મહામારી ચાલી રહે છે ત્યારે કોરોના મહામારી સામે લડવામાં જનજાગૃતિ ઊભી કરવા માટે મુંબઈમાં જન્મેલા ઈન્ડો-કેનેડિયન બિઝનેસમેન હેમન્ત એમ. શાહનું તાજેતરમાં તેજસ્વીની ફાઉન્ડેશન-રાયપુર છત્તીસગઢ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

આ પહેલા પણ છત્તીસગઢના શકુંતલા ફાઉન્ડેશને હેમન્ત એમ. શાહનું સન્માન કર્યું હતું.
હેમન્ત શાહે આના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે: “જૈન ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્‌વિજય યુગભૂષણ સુરિશ્વરજી મહારાજના આશીર્વાદથી હું આ સેવાકાર્ય ખૂબ ઊર્જાથી કરી શકું છું. હું હવે કેનેડા અને છત્તીસગઢ વચ્ચે વેપાર વધારવા પ્રયત્ન કરીશ. છત્તીસગઢમાં કૃષિ ઉદ્યોગ, કુદરતી સંસાધનો છે, આથી કેનેડાથી રોકાણ અત્રે લાવવા હું પ્રયત્નો કરીશ. ભારત-કેનેડા વચ્ચે વેપારી સંબંધો વધારવા હું બન્ને દેશોના ચેમ્બરોના સંપર્કમાં રહીશ.

મૂળ કચ્છના રહેવાસી હેમંતશાહ કર્મભૂમિ કેનેડાના મિસ્ટર ઇન્ડિયન નામથી જાણીતા છે. થોડા સમય પહેલા જયારે કોરોનાની મહામારીની શરૂઆત થઇ રહી હતી ત્યારે હેમંત શાહે જણાવ્યું  હતું કે: ” કેનેડાની સરકાર અને વડા પ્રધાન જસ્ટિન ટ્રુડે કોવિડ 19નો મુકાબલો કરવા ભારે મહેનત કરી રહ્યા છે. પોતાના દેશના હિત માટે વાહિયાત વાતોથી દૂર રહો. ખોટા મેસેજ લોકો સુધી ન પહોંચાડો.”

વધુમાં તેમને જણાવ્યું હતું કે: “દરેક દેશ ત્યારે જ કોરોના સામે જીત મેળવશે જ્યારે દેશની જનતા સરકારના આદેશનું સંપૂર્ણ પાલન કરશે. તેમજ સરકારને સાથ અને સહકાર આપશે. માટે જેમ અમે લોકો કેનેડાની સરકારને સાથ અનવ સહકાર આપીએ છીએ , તેમ ભારતની જનતાને પણ હું અપીલ કરું છું. આ પ્રશ્ન સમગ્ર વિશ્વ માટે છે. આ એકબીજા તરફ દયાભાવ દાખવવાની અને એકમેકને ટેકો આપવાની જરૂર છે. એમ કરશું તો આ કપરો સમય પસાર થઈ જશે. સિનેમાગૃહો બંધ છે. મોલ પણ બંધ છે. આપણામાંથી કોઈને જાહેર સ્થળે જવું નથી.”

આ રીતે હેમંત શાહ કોરોનાની શરૂઆતથી જ લોકોમાં જન જાગૃતિ લાવી રહ્યા છે અને તેમના પ્રયાસો ઘણા અંશે સફળ પણ થાય છે તેના માટે જ તેમને તાજેતરમાં તેજસ્વીની ફાઉન્ડેશન-રાયપુર છત્તીસગઢ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.