જીવનશૈલી દિલધડક સ્ટોરી નીરવ પટેલ પ્રેરણાત્મક લેખકની કલમે

કોઈને કરેલી આર્થિક મદદ તેને લાચાર તો નથી બનાવી રહી ને? વાંચો એક પ્રેરણાદાયી પ્રસંગ, જીવનમાં ખુબ જ ઉપયોગી થશે

આપણી આસપાસ ઘણા સાગા સંબંધીઓ અને ઘણા એવા મિત્રો પણ હોય છે જે અવાર-નવાર આપણી પાસે આર્થિક મદદ માંગતા હોય છે, ઘણીવાર આપણને પણ આવી આર્થિક મદદની જરૂર પડતી જ હોય છે, પરંતુ ઘણા તો એવા હોય છે જે અવાર-નવાર મદદ માંગ્યા જ કરતા હોય છે. આપણે પણ ઘણીવાર લાગણીવશ થઈને મદદ કરીએ છીએ તો ઘણીવાર કોઈ બહાનું બનાવીને મદદ કરવાની ના પણ પાડી દેતા હોઈ છે. આજે હું તમને એવો જ એક પ્રંસગ સંભળાવીશ જેના બાદ તમે નક્કી કરી શકશો કે કોઈને આર્થિક મદદ કરવી કે નહિ.

Image Source

બે મિત્રો હતા. રાકેશ અને પંકજ. કોલેજમાં બંને સાથે, પંકજને  ભણવામાં ખુબ જ રસ જયારે રાકેશને ભણવાનું પસંદ જ ના આવે. તે આખો દિવસ કોલેજના મેદાનમાં અને કેન્ટીનમાં જ ફર્યા કરે. કોલેજ પૂર્ણ થઇ અને પંકજને સારી નોકરી મળી ગઈ, રાકેશ પણ નાનું મોટું કામ કરવા લાગ્યો, પરંતુ કામમાં પણ તેનું મન લાગે નહિ, તેને તો બસ ફરવાનું અને મોજશોખ કરવાનું વધારે ગમતું. પંકજને પણ ફરવાનો શોખ તો હતો જ પરંતુ એ પહેલા આયોજનો નક્કી કરતો, પૈસાની બચત પણ કરતો, કંજૂસ તો ના કહી શકાય, પરંતુ તેને પૈસા કેવી રીતે કમાવવા અને ક્યાં કેટલો ખર્ચ કરવો તેની આવડત હતી, પંકજ અને રાકેશ બંને ઘણીવાર ફરવા માટે જતા, બધો જ ખર્ચ પંકજ જ કરતો, ઘણીવાર તે રાકેશને શિખામણ પણ આપતો પરંતુ રાકેશ કોઇવાતને સમજદારી પૂર્વક લેતો જ નહીં, અવાર-નવાર પંકજે રાકેશને આર્થિક મદદ પણ કરી, રાકેશ પાસે પૈસા આવતા તે પાછા પણ આપી દેતો, પરંતુ પંકજ પણ વિચારતો કે આમને આમ ક્યાં સુધી તે મદદ કરતો રહેશે?

Image Source

જેના કારણે એક દિવસે જયારે રાકેશે મદદ માંગી ત્યારે પંકજે પૈસા ના હોવાનું બહાનું કાઢ્યું, બીજીવાર પણ એવું જ કર્યું જેથી રાકેશ નારાજ રહેવા લાગ્યો, અને એક દિવસ તો રાકેશે પંકજની મિત્રતા જ તોડી નાખી.

Image Source

આમ ઘણીવાર આપણે જોયું હશે કે પૈસાના કારણે સંબંધો પણ બગાડતા હોય છે, વર્ષો જૂની મિત્રતા પણ પળવારમાં ખતમ થઇ જતી હોય છે. ઘણીવાર તો સંબંધની સાથે સાથે પૈસા પણ ગુમાવવાના થતા હોય છે અને આ વાત ઘણા લોકોએ અનુભવી પણ હશે.

Image Source

કોઈને પણ તમે આર્થિક મદદ કરો ત્યારે એ વ્યક્તિને તમારી જરૂર હોય છે પરંતુ એકવાર મદદ મળી ગઈ પછી એને તમારી કોઈ જરૂર લાગતી નથી અને જેના કારણે તમે આપેલી રકમ જયારે પાછી માંગો ત્યારે એ તમારા ઉપર ગુસ્સો કરે છે, બહાના બતાવે છે અને ત્યારે જ તમારો સંબંધ પણ તૂટવા લાગે છે.

Image Source

એકવાર આર્થિક મદદ આપણે કોઈની પાસે લઇ લઈએ એટલે આપણે જ આપણી જાતને કમજોર કરી નાખીએ છીએ, આજે તમને 5000ની જરૂર છે, તો એ 5 હજાર મેળવવા માટે તમે પ્રયત્ન કરશો, કેવી રીતે એ પૈસા મેળવવા તેના વિશે પણ વિચારશો, પરંતુ તમને જયારે જરૂર પડશે અને તરત જ પૈસા મળી જશે તો એ પૈસા મેળવવા માટે તમારો સંઘર્ષ કામ નહિ લાગે જેના કારણે તમે લાચાર બનશો અને એ પૈસા જ્યાં સુધી તમારી પાસે છે એને વાપરવાનું જ વિચારશો તેમાંથી વધારવાનો વિચાર તમને ક્યારેય નહીં આવે અને છેલ્લે જયારે એ પૈસા પણ પુરા થઇ જશે ત્યારે તમે એવી જ રીતે કોઈની આગળ  હાથ ફેલાવી ઊભા થઇ જશો… આજ કારણે તમારી લાચારી પણ વધતી જશે અને હિંમત પણ ઘટતી જશે.

Image Source

હું માનું છું કે મદદ લેનાર દરેક વ્યક્તિ ખરાબ નથી હોતી, ઘણા એવા હોય છે જેને મદદની ખરેખર જરૂર પણ હોય છે, ઘણા લોકો પોતાના સ્વમાન ખાતર કોઈ પાસે મદદ માંગી પણ નથી શકતા, પોતાની રીતે અને પોતાની મહેનતથી જ પોતાની જરૂરિયાત અને પોતાની મુશ્કેલીઓ દૂર થાય એમ ઇચ્છતા હોય છે.

Image Source

મેં આપણા સમાજમાં એવા ઘણા અનુભવો કર્યા છે કે જેને સાચી જરૂરિયાત હોય છે તેને કોઈ મદદ કરવા માટે તૈયાર નથી થતું, પરંતુ જેને જરૂર નથી એવા લોકોને લોકો સામેથી મદદ કરવા માંગે છે, આ આપણા સમાજની એક નબળાઈ માનો કે ઊંધી વિચારસરણી પરંતુ હું આ બાબતને ખોટી માનું છું.

Image Source

માટે જો તમે પણ કોઈને મદદ કરવા માંગતા હોય તો એવા લોકોની કરજો જે તમારી મદદથી કંઈક નવું કરી શકે, પોતાની પ્રગતિ કરી શકે, પરંતુ એવા લોકોને ક્યારેય મદદ કરી અને લાચાર ના બનવાશો, કારણ કે એ તમારી મદદના કારણે ક્યારેય આગળ નહીં વધી શકે….!!!
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.