ખબર

તમારા હેલ્મેટને હવે સાચવીને રાખજો, સરકાર કદાચ નિયમ બદલવાના મૂડમાં છે, પાછો આવી શકે છે હેલ્મેટનો નિયમ, વાંચો સમગ્ર મામલો

થોડા દિવસ પહેલા જ ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં હેલ્મેટમાં રાહત આપવાના સમાચાર આવ્યા હતા, જેને લઈને ઘણા લોકોએ હાશકારો પણ અનુભવ્યો હતો. પરંતુ હાલમાં જ  મળતી માહિતી અનુસાર આવનાર સમયમાં આ નિયમ પાછો બદલાઈ શકે છે. માળીયા પર રાખેલા તમારા હેલ્મેટને ઉતારવા પણ પડી શકે છે.

Image Source

ગુજરાતમાં હેલ્મેટ મુક્તિ આપવા સામે રોડ સેફટી કાઉન્સિલે ગુજરાત સરકારને હેલ્મેટનો નિયમ મરજિયાત બનાવવા માટે ખુલાસો માંગ્યો હતો. ત્યારે સરકારે આ ખુલાસાના સંદર્ભમાં નવો યુ ટર્ન લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતે જ એવો સંકેત આપ્યો છે કે “હેલ્મેટ હાલ પૂરતું જ મરજિયાત રાખવામાં આવ્યું છે, કાયમી નથી.”

Image Source

મુખ્યમંત્રીના આ સંકેત સાથે હેલ્મેટનો નિયમ આવનાર સમયમાં પાછો આવી શકવાની સંભાવના દેખાઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમોમાં ફેરબદલ સાથે જ કડક દંડની પણ જોગવાઈ કરવામાં આવી હતી જેના પગલે ઘણા વિરોધ પણ જોવા મળ્યા હતા. ગુજરાતમાં પણ બીજા રાજ્યો કરતા દંડમાં થોડી રાહત આપવામાં આવી હતી અને થોડા દિવસ પહેલા જ ગુજરાત સરકારે શહેરી વિસ્તારમાં હેલ્મેટ મરજિયાત બનાવ્યું હતું. ત્યારે ફરી એકવાર આ સમાચારે લોકોને વિચારમાં મૂકી દીધા છે.

Image Source

રોડ સેફટી કાઉન્સિલે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમને પત્ર લખીને હેલમેટને મરજીયાત બનાવવા અંગે ખુલાસો પૂછ્યો છે. જેનો જવાબ ટૂંક સમયમાં આપવામાં આવશે ત્યારે મુખ્યમંત્રીએ આ કાયદો હંગામી ધોરણે લીધો હોવાની સ્પષ્ટતા કરી હતી. આ સમગ્ર બાબત જોતા લાગી રહયું છે કે થોડા જ સમયમાં હેલ્મેટનો નિયમ પણ રદ થાય તો પણ નવાઈ નહિ.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.