ખબર

ગુજરાતમાં ફરી હેલ્મેટ થઇ જશે ફરજીયાત, ગુજરાત પરિવહન મંત્રીએ આપ્યું નિવેદન

ગુજરાત રાજ્યમાં થોડા સમય પહેલા હેલ્મેટને મરજિયાત કરવામાં આવી હતી. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા વિરોધનો વંટોળ ફૂંકાયો હતો. પરંતુ હાલમાં જ હેલ્મેટને લઈને એક સમાચાર આવી રહ્યા છે.

Image Source

ફરી એક વાર ગુજરાતમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત કરવાની પરિવહન મંત્રી આર.સી. ફળદુએ જાહેરાત કરી છે. હેલ્મેટ અંગે નિવેદન આપતા રાજ્યના પરિવહન મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવાનું રહેશે.
સુપ્રીમ કોર્ટ હેલ્મેટ કાયદાને મરજિયાત કરવા પર ફટકાર લગાવી હતી. જણાવી દઈએ કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, હેલ્મેટના કાયદાને થોડા સમય માટે જ મરજિયાત કરવામાં છે સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યો નથી. હેલ્મેટ મરજિયાતના પગલે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને ટકોર કરી હતી કે, લોકોની સુરક્ષા માટે ફરજિયાત કરેલા હેલ્મેટના કાયદાને મરજિયાત કેમ કર્યો ?

Image Source

થોડા દિવસ પહેલા રાજ્યમાં મહાનગર પાલિકા અને નગર પાલિકા વિસ્તારોમાં હેલ્મેટ મરજીયાત કરવા પર સુપ્રીમ કોર્ટે બનાવેલી રોડ એન્ડ સેફ્ટી કાઉન્સિલે રાજ્ય સરકારને નોટિસ ફટકારી જવાબ માંગ્યો હતો. આ નોટિસના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, અમે કાયદાની મર્યાદામાં રહીને આ નિર્ણય લીધો છે. માર્ગ સલામતીના કાયદામાં રાહત આપવાનો તેમને અધિકાર છે. જો રાજ્યમાં આ કાયદાની જરૂરિયાત ઉભી થશે તો તેને ફરી ફરજીયાત લાગુ કરવામાં આવશે.

Author: GujjuRocks Team