મનોરંજન

હેલિકોપ્ટરમાંથી પડી ગયો હતો સલમાન ખાનનો ખાસ મિત્ર, 3 વર્ષ સુધી દુઃખાવો રહ્યો હતો, પછી થઇ એવી હાલત કે રસ્તા પર આવી ગયો હતો આ સ્ટાર

સલમાન ખાનના કોસ્ટાર રહેલ ઇન્દર કુમારનો જન્મ 26 ઓગસ્ટ 1973માં રાજસ્થાનમાં થયો હતો. ઇન્દર કુમાર પોતાના લૂક્સ અને ફિઝીક માટે ઓળખવામાં આવતા હતા. સલમાન ખાનના આ જીગરી દોસ્ત હવે નથી રહ્યા. તેમનું નિધન 2017માં હાર્ટ એટેક આવવાથી થયું હતું. ઈન્ડરસ્ટ્રીમાં તેને સલમાન ખાનના કરીબી કહેવાતા હતા. તેમને સલમાન ખાન સાથે ‘તુમકો ન ભૂલ પાએંગે’ અને ‘વોન્ટેડ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Image Source

ઇન્દરે પોતાના કરિયરની શરૂઆત 1996માં ફિલ્મ ‘માસુમ’થી કરી હતી. તેના પછી તે કેટલીક ફિલ્મોમાં જોવા મળ્યા હતા પરંતુ તેમને લીડ રોલમાં એટલી સફળતા ન મળી. એક સમયે તો તેમને કામ મળતું પણ બંધ થઇ ગયું હતું. તેને પછી તેમને સ્પોર્ટીંગ હીરોના રોલમાં કામ કરવું પડ્યું. સ્ટાર બનવા તેમને ખુબ જ મહેનત કરી હતી પણ તે સફળ ન થયા.

Image Source

એક ફિલ્મની શુટીંગમાં એવી ઘટના બની જેને કારણે તેમની જિંદગી બરબાદ થઇ ગઈ હતી. આ ઘટના છે તેમને ફિલ્મ ‘મસીહાની.’ આ ફિલ્મમાં હેલિકોપ્ટરનો એક સીન કરવાનો હતો. સ્ટંટ કરતી વખતે તેઓ અચાનક હેલિકોપ્ટરમાંથી નીચે પડી ગયા હતા. આ ઘટના પછી ડોક્ટરે તેમને 3 વર્ષ સુધી બેડ રેસ્ટ કરવાનું કહ્યું હતું. આ કારણે તેને ફિલ્મોમાંથી દૂર થવું પડ્યું.

Image Source

આ ઘટનાના થોડા સમય પછી તેમના પર બળાત્કારનો આરોપ લગાવામાં આવ્યો હતો. આ આરોપના કારણે તેની ધરપકડ કરવામાં આવી. એક ઇન્ટરવ્યૂમાં તેને જણાવ્યું હતું કે, ‘જયારે મને અરેસ્ટ કરવામાં આવ્યો ત્યારે મારી દીકરી બીમાર પડી હતી. મારી પત્ની પલ્લવીએ કેટલાક લોકો પાસે મદદ માંગી કે તે મારા જામીન કરાવી આપે. પરંતુ કઈ આગળ જ ન આવ્યું.’

Image Source

ઇન્દરે આગળ જણાવ્યું કે, ‘મારા જોડે એટલા પૈસા પણ નથી કે હું ભાડાનું ઘર લઇ શકું. મારો સામાન એક ગોડાઉનમાં પડ્યો હતો અને હું એક મિત્રના ઘરે રહેતા હતા. ખાલી એક જ વ્યક્તિ તે વખતે અમારી સાથે ઉભી હતી ડોલી બિંદ્રા. તેમને સિવાય ફિલ્મ ઈન્ડરસ્ટ્રીમાંથી કોઈએ મદદ ન હતી કરી.’ આ કેસના કારણે ઈન્દરના બધા જ પૈસા પણ પુરા થઇ ગયા હતા.

Image Source

એક સમયે એવી ખબર પણ આવી હતી કે ઇન્દર બિગ બોસમાં આવવાનો છે. પણ તેમની હેલ્થ કન્ડિશન જોઈને તેમને મિત્ર સલમાન ખાનને તેમને ન આવવાની સલાહ આવી હતી અને ઇન્દરે તેમને મિત્રની વાતને માન આપીને શોની ઓફર સ્વીકારી નહીં.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.