ખબર

વહુએ કહ્યું મારી વિદાય હેલીકૉપ્ટરમાં કરો, સસરાએ તરત જ મંગાવી દીધું આટલા લાખ ખર્ચીને હેલીકૉપ્ટર, જુઓ તસવીરો

આજકાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે લગ્ન પ્રસંગોમાં ઘણી એવી બાબતો પણ જોવા મળે છે જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જાય છે. હાલ એવી જ એક ઘટના પણ ખુબ જ ચર્ચાઈ રહી છે. જેમાં વહુએ હેલીકૉપ્ટરમાં વિદાયની ઈચ્છા વ્યક્ત કરી અને સસરાએ તરત જ લાખો રૂપિયા ખર્ચીને હેલીકૉપ્ટર મંગાવી દીધું.

આ ઘટના બની છે રાજસ્થાનના ભરતપુરમાં. ભરતપુરના છતરપુર ગામની અંદર એવો પહેલો જ મોકો હતો. જયારે ગામની દીકરીની વિદાય હેલીકૉપ્ટર દ્વારા કરવામાં આવી હોય અને હેલીકૉપ્ટરમાં બેસી તે પોતાના સાસરે જઈ રહી હોય.


હેલીકૉપ્ટરમાં વિદાયની ઈચ્છા કન્યાની હતી જે તેના સસરાએ પૂર્ણ કરી. જેના માટે તેના સસરાએ 5 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા અને હેલીકૉપ્ટર મંગાવ્યું.બીડગામાના રહેવાવાળા PWDના ઠેકેદારના દીકરા નરેન્દ્ર સિંહ ના લગ્ન છતરપુરની છોકરી સાથે નક્કી થયા હતા. જયારે નરેન્દ્ર જાન લઈને પહોંચ્યો ત્યારે ગુરુવારે સવારે કન્યાની વિદાય થવાની હતી. કન્યાની ઈચ્છા તેની વિદાય હેલીકૉપ્ટરમાં થાય તેવી હતી. આ વાત તેના સસરાને ખબર પડતા જ તેમને દુલ્હનને સરપ્રાઈઝ આપવા માટેનો પ્લાન પણ બનાવી દીધો હતો.

Image Source

વિદાયની વિધિ ચાલી રહી હતી તે દરમિયાન જ છતરપુરના આકાશમાં હેલીકૉપ્ટર ઉડતું દેખાયું, ગામની અંદર એક જગ્યાએ બનાવવામાં આવેલા હેલિપેડ ઉપર હેલીકૉપ્ટર લેન્ડિંગ કર્યું, ત્યારે ગામના લોકો પણ તેને જોવા માટે તોલે વળી ગયા હતા. જયારે દુલ્હનને ખબર પડી કે આ હેલીકૉપ્ટરર તેની વિદાય માટે જ મંગાવવામાં આવ્યું છે ત્યારે તેની ખુશીનો પણ પાર ના રહ્યો.