સવાર-સવારમાં ઉડાન ભરતા જ ક્રેશ થયુ હેલિકોપ્ટર, તેજ અવાજ સાથે લાગી આગ અને 2 પાયલટ સહિત 3 જીવતા ભુંજાયા; જુઓ તસવીરો

મહારાષ્ટ્રના પુણેમાં આજે એટલે કે બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો. અહીં બાવધન બુદ્રુક વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું. આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. હેલિકોપ્ટર પહાડી વિસ્તારમાં ક્રેશ થયું. હિંજવડી પોલીસના કંટ્રોલ રૂમમાં માહિતી મળતાં જ પોલીસ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગયા મહિને પણ અહીં વધુ એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

ઇમરજન્સી સર્વિસિસની સ્થિતિનું આકલન કરવા અને ક્રેશમાં પ્રભાવિત લોોકોને નીકાળવા માટે ટીમ પહોંચી છે, પિંપરી ચિંચવાડના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘પુણે જિલ્લાના બાવધન પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં બે લોકોના મોતની આશંકા છે. હિંજવડી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, બાવધન વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

પ્રાથમિક માહિતી મુજબ, ત્રણ લોકોના મૃત્યુની આશંકા છે, પરંતુ હેલિકોપ્ટરની ચોક્કસ ઓળખ અને માલિકી હજુ સુધી પુષ્ટિ થઈ નથી કારણ કે તે હજુ પણ આગની લપટોમાં ઘેરાયેલુ છે. હેલિકોપ્ટર આકાશમાં ઉડતા ઉડતા જમીન પર આવી પડ્યું. જ્યારે કેટલાક ગ્રામજનોએ હેલિકોપ્ટરને જોયું તો તેઓએ વીડિયો બનાવ્યો.

હેલિકોપ્ટર જમીન પર પડ્યુ અને આગ લાગી ગઇ. થોડી જ વારમાં જોરદાર અવાજો અને વિસ્ફોટો સાથે હેલિકોપ્ટર સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું. જણાવી દઇએ કે આ પહેલા 24 ઓગસ્ટના રોજ પુણેમાં એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

Shah Jina