...
   

કેદારનાથમાં હેલિકોપ્ટર પડ્યુ! વીડિયોમાં જોવા મળ્યો ખતરનાક મંજર; જુઓ વીડિયો

કેદારનાથના ભીમબલી પાસે એક હેલિકોપ્ટર પડ્યું હોવાની ખબર સામે આવી રહી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે એક એક હેલિકોપ્ટરથી લિફ્ટ કરી લઇ જઇ રહેલ બીજુ હેલિકોપ્ટર નીચે પડ્યુ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ અકસ્માત કેદારનાથ અને ગૌચર વચ્ચે થયો હતો. કેસ્ટ્રલ એવિએશનના એક ખરાબ હેલિકોપ્ટરને MI-17 હેલિકોપ્ટર દ્વારા લિફ્ટ કરી લઇ જવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન તે પડી ગયુ. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ અંગે હાલ માહિતી બહાર આવી નથી.

અહેવાલો અનુસાર કેસ્ટ્રલ એવિએશનના ક્ષતિગ્રસ્ત હેલિકોપ્ટરને મરામત માટે MI-17 હેલિકોપ્ટર દ્વારા લિફ્ટ કરાઇ રહ્યું હતું. આ દરમિયાન વાયર તૂટી ગયો અને હેલિકોપ્ટર નીચે પડી ગયું. એ ગનીમત રહી કે હેલિકોપ્ટર વસ્તીવાળા વિસ્તારમાં પડ્યું ન હતું, નહિ તો મોટુ નુકશાન થઇ શકતુ હતુ. એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હેલિકોપ્ટરનો કાટમાળ SDRFના જવાનો દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યો છે.

પડી ગયેલું હેલિકોપ્ટર સંપૂર્ણ રીતે તૂટી ગયું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, 24 મે 2024ના રોજ લેન્ડિંગ દરમિયાન ટેક્નિકલ ખામીને કારણે જે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું, તે આજે સવારે ક્રેશ થઇ ગયું. રિપેરિંગ માટે ભારતીય વાયુસેનાના MI 17 હેલિકોપ્ટરની મદદથી તેને લટકાવીને ગૌચર એરસ્ટ્રીપ પર લઈ જવામાં આવી રહ્યુ હતુ. આ સમય દરમિયાન MI 17 ડિસબેલેંસ થવા લાગ્યુ. ખતરાની જાણ થતાં પાયલોટે ખાલી જગ્યા જોઈને આકાશમાંથી ઘાટીમાં આકાશથી ડ્રોપ કરી દીધુ.

જિલ્લા પ્રવાસન અધિકારીએ જણાવ્યું હતું કે કેસ્ટ્રલ એવિએશન કંપનીમાં 24 મે 2024ના રોજ ટેક્નિકલ ખામીના કારણે પાયલટની સૂજબૂઝને કારણે હેલિકોપ્ટરનું કેદારનાથ હેલિપેડથી થોડે દૂર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પાયલોટની સૂઝબૂઝથી સવાર તમામ મુસાફરોનું સુરક્ષિત ઉતરાણ થયું હતું. થોડે દૂર પહોંચતા જ ભાર અને પવનની અસરને કારણે MI 17નું સંતુલન બગડવા લાગ્યું, જેના કારણે હેલિકોપ્ટર નજીક પહોંચતા જ MI 17થી હેલિકોપ્ટરને આકાશમાંથી છોડવું પડ્યું.

Shah Jina