રડતા હૃદય અને મક્કમ મનોબળ સાથે PM મોદીએ હીરાબાને આપી કાંધ, ચહેરા પર દુઃખ સ્પષ્ટ જોઈ શકાય છે

હાલમાં જ PM મોદી માતા હીરાબાનું દેહાવસાન થયું હોવાના સમાચાર આવ્યા છે. આ ન્યૂઝથી ફક્ત રાજકીય વર્તુળોમાં જ નહીં પણ દેશના બધા જ લોકો સાંભળીને દુઃખી દુઃખી થયા છે. વડાપ્રધાન મોદી પણ ફટાફટ અમદાવાદ આવવા નીકળી ગયા છે. હીરાબેન મોદીનો જન્મ ગુજરાતમાં મહેસાણાના વિસનગરમાં થયો હતો, જે તેઓના વતન વડનગરની નજીક છે.

તમને જણાવી દઈએ કે PM નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાને 3 દિવસ પહેલા રાતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. આ ન્યુઝ સમાચાર મળતાં જ અમદાવાદના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન સહિતના નેતાઓ યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચ્યાં હતા.

તો સાથે પરિવારના સભ્યો પણ ધીમે ધીમે હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હોસ્પિટલ પહોંચશે એવા સમાચાર આવી ગયા હતા. મોદીજીના માતાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં થઈ રહ્યા છે. તેમની અંતિમ યાત્રા ભાઈ પંકજ મોદીના રાયસણ સ્થિત ઘરેથી 8.30 વાગ્યા નીકળી ગયા છે અને સેક્ટર-30ના સ્મશાન ખાતે પહોંચશે.

PM મોદી પણ તાબડતોબ ગાંધીનગર પહોંચી ગયા છે. પીએમ મોદી પોતાના માતા હીરાબાના અંતિમ દર્શન માટે ગાંધીનગરના રાયસણમાં રહેતા પોતાના ભાઈ પંકજ મોદીના ઘરે આવ્યા ત્યારે માતાના નિધનથી થયેલું દુઃખ તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતું હતું. જોકે માતના વિયોગમાં રડતું હૃદય પણ ચહેરા પર મક્કમ મનોબળ સાથે PM મોદીએ હીરાબાના પાર્થિવ દેહને નમસ્કાર કરીને કાંધ આપી હતી.

પીએમ મોદીજીના માતા હીરાબાએ પોતાના 100 વર્ષના જીવન દરમિયાન એક મોટી ઉદારતા દેખાડી હતી. જ્યારે આપનો આખો દેશ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો હતો. તે સમયે દેશમાં ઘણાં લોકોએ કોરોના મહામારીમાં મોત થતાં ઘરનો સભ્ય ગુમાવ્યાં હતાં ત્યારે કોઈએ રોજી-રોટી ગુમાવી પડી હતી તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાના ભલા માટે એક ઉત્તમ જાહેરાત કરી હતી,

તે જાહેરાત હતી PM Cares Fund. જેમાં દેશના ઉદ્યોગપતિથી લઈને હીરાબાએ પણ આ ફંડમાં ફાળો આપ્યાં હતો. મહત્વની વાત છે કે પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પીએમએ જાહેર કરેલા કોરોના ફંડ PM Cares Fundમાં અંગત બચતમાંથી 25000 રૂપિયા ડોનેટ કરેલા હતા. આપણા દેશમાંથી આવી રહેલા લાકો કરોડોના દાન વચ્ચે PM ના બાએ પણ યોગદાન આપ્યું છે

એ ઘણી મોટી વાત છે. તમને જણાવી દઈએ કે સામાન્ય વ્યક્તિ જેવું જીવન વિતાવતા હીરાબા દેશના અનેક લોકો માટે સન્માનીય વ્યક્તિ બન્યા છે અને આદર્શ તરીકે ઉભર્યા છે ત્યારે તેમનું આ યોગદાન દેશમાં ચોમેરથી પ્રસંશા મેળવી રહ્યું છે.

YC