માસુમ તરછોડાયેલા બાળકના ખૂની પિતાએ તેની માતા મહેંદીની હત્યા કરી ત્યારે તેના ઉપર શું વીતી હશે ? FSLના રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા

ગાંધીનગરમાંથી મળેલા લાવારીશ માસુમ તરછોડાયેલા બાળકનો કેસ ગણતરીના સમયમાં જ પોલીસે ઉકેલી નાખ્યો, આ દરમિયાન ઘણી બધી ચોંકાવનારી હકીકતો પણ સામે આવી. બાળકને મૂકી જનાર તેનો બાપ સચિન હોવાનું તો સામે આવ્યું જ સાથે સાથે બાળકની માતા મહેંદી ઉર્ફે હિના પેથાણીની હત્યા પણ સચિને કરી નાખી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

હવે આ મામલામાં એફએસએલનો રિપોર્ટ પણ સામે આવી ગયો છે, જેની અંદર પણ ઘણી ચોંકાવનારી હકીકત સામે આવી છે. એફએસએલ રિપોર્ટની અંદર સામે આવ્યું છે કે વડોદરામાં ભાડે રાખેલા ફ્લેટની અંદર લીવઈન પાર્ટનર હીનાની હત્યા સચિને કેવી રીતે કરી હતી ? સચિને હિનાનું પાછળથી ગળું દબાવ્યું હતું. જેનો હિનાએ 3થી 4 મિનિટ સુધી પ્રતિકાર પણ કર્યો હોઈ શકે છે.

ત્યારે હિનાના મૃતદેહ ઉપરથી ગળા પર ઇજાના નિશાન પણ મળી આવ્યા છે. જેના ઉપરથી ફોરેન્સિક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સચિને હિનાનું પાછળથી વી શેપમાં ગળું દબાવ્યું હતું. ગળાના બાજુના ભાગમાં દબાણ આવવાના કારણે હિનાનું મોત નીપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે. આ પોઝિશનને એલ્બો બેન્ડ મગિંગ કહેવાય છે. 

હાથનું દબાણ ગળાની સાઇડ પર કેરોટિડ સાઇનસ નામના ભાગમાં આવે છે અને જેના કારણે  ગૂંગળામણ અનુભવાય છે. આ સ્થિતિમાં 3થી 4 મિનિટ પ્રતિકાર કરી શકે છે. 2 મિનિટ પછી પ્રતિકાર કરવાની ક્ષમતા લગભગ ખતમ થઇ જાય છે. ભરડો મજબૂત હોય તો 4 મિનિટમાં જ મોત થઇ જાય છે.

સચિનને જયારે પુછપરછ માટે પોલીસ દ્વારા વડોદરાના ખોડિયારનગર પાસે આવેલા દર્શનમ ઓએસિસના મકાન નંબર 102માં લઇ જવામાં આવ્યો હતો ત્યારે પણ તેને આવી જ કબૂલાત કરી હતી, પુછપરછ દરમિયાન તે પણ ભાંગી પડ્યો હતો.

Niraj Patel