ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. હિના ખાન તેની તસ્વીરોને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે હિના ખાને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલી તસ્વીરો ઝડપથી વાયરલ થઇ રહી છે.

હાલમાં જ હિના ખાન તેના બોયફ્રેન્ડ રોકી જાસવાલ સાથે ન્યુયોર્કમાં હોલીડે એન્જોય કરવા ગઈ હતી. આ દરમિયાન ન્યુયોર્કમાં થયેલી ઇન્ડિયા દિવસની પરેડમાં આ કપલ શામેલ થયું હતું.

હિના ખાને ન્યુયોર્કમાં ઇન્ડિયા ડેના પરેડમાં હિસ્સો લીધો હતો. જેના ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા, આ ફોટોમાં હિના બહુજ સુંદર લાગી રહી હતી. સાથે જ વિદેશી ધરતી પર રહેલા ભારતીયો પણ પુરા જોશમાં નજરે આવ્યા હતા.

હિના ખાને આ દિવસે બનારસી સાડી પહેરી હતી. બ્લેક અને ઓરેન્જ સાડીમાં હીનાનો ફોટો ફેન્સને બહુજ પસંદ આવ્યોહતો. હિનાએ આ દેશી લુક સાથે કાનમાં ઝુમકા અને કાળા કલરની બિંદી લગાવી હતી.

હીનાએ આ તસ્વીર શેર કરતા કેપશનમાં લખ્યું હતું કે, આપણા દેશને રિપ્રેઝન્ટ કરવો એ હંમેશા માટે ખુશીની વાત છે. ખાસ કરીને આપણે દુનિયાના સૌથી પાવરફુલ દેશમાં આપણા દેશનો તિરંગો હાથમાં લેવાનો મૌકો મળે.

હિનાખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો ટેલિવિઝનમાં હિના મોટું નામ કમાઈ ચુકી છે. ત્યારે હવે હિના ખાન હવે બોલીવુડમાં ડેબ્યુ કરવાની તૈયારીમાં છે.

બોલીવુડમાં ડેબ્યું કરવા માટે હિના ખાનએ વિક્રમ ભટ્ટને આંક સોંપ્યું છે. હિના ખાન આ સિવાય શોર્ટ ફિલ્મ લાઇન્સમાં ફરીદા જલાલ સાથે નજરે આવશે. જેનું નિર્દર્શન હુસૈન ખાને કર્યું છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks